વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જામનગરમાંથી અંગ્રેજી શરાબની ૧૩૯ બોટલ કબજેઃ એક શખ્સની કરાઈ ધરપકડ

જામનગર તા.૧૨ ઃ જામનગરના રાંદલના વડ પાસે આવેલા એક શખ્સના મકાનમાંથી અંગ્રેજી શરાબની સાત બોટલ મળ્યા પછી પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં સપ્લાયરનું નામ ખૂલતા તે શખ્સના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી ૧૩૨ બોટલ શરાબ મળ્યો છે. ઉપરાંત ધોરીમાર્ગ પર પલ્ટી ખાયેલી મોટરમાંથી શરાબની ત્રણ બોટલ મળી હોય તેના ચાલક સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે. ઉપરાંત કાલાવડના મોટા વડાળાની વાડીમાંથી પણ શરાબની પાંચ બોટલ પોલીસે પકડી પાડી છે.

જામનગરના રાંદલનગર વિસ્તારમાં અનિરૃદ્ધસિંહ ભીખુભા વાઘેલા ઉર્ફે અનિયાના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડયો હોવાની બાતમી મળતા ગઈકાલે બપોરે સિટી-બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી અંગ્રેજી શરાબની સાત બોટલ મળી આવી હતી. પોલીસે અનિરૃદ્ધસિંહની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે આ જથ્થો શાંતિનગર વિસ્તારમાં રહેતા હિતેન્દ્રસિંહ કલુભા ઉર્ફે હિતિયા રાઠોડ પાસેથી લીધો હોવાની કબૂલાત મળી હતી. આ પછી સર્વેલન્સ સ્ટાફના ચંદ્રવિજયસિંહ, હિતેન્દ્રસિંહ તથા કિશોર પરમારને મળેલી બાતમીના આધારે શાંતિનગર-૧માં રહેતા હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતિયા રાઠોડના મકાનમાં દરોડો પાડતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૩૨ બોટલ મળી આવી હતી. જયારે આરોપી પોલીસના દરોડા પહેલા નાસી જવામાં સફળ થયો હતો. આ કાર્યવાહી સિટી-બીના ઈન્ચાર્જ પીઆઈ વી.એસ. લાંબાના વડપણ હેઠળ હે.કો. એચ.આર. જાડેજા, જોગીન્દર ચૌહાણ, અમિત નિમાવત તથા ભૂપત પાટડિયાએ કરી હતી.

જામનગરના ખીજડિયા બાયપાસથી ઠેબા ચોકડી વચ્ચેના માર્ગ પર ગઈકાલે બપોરે કાળા રંગની નંબર પ્લેટ વગરની વર્ના મોટર પલ્ટી મારેલી હાલતમાં મળી આવી હતી જેની કોઈએ પોલીસને જાણ કરતા પંચકોશી-એ ડિવિઝનનો સ્ટાફ દોડયો હતો. પોલીસને તેની ખૂલી ગયેલી ડેકીમાંથી અંગ્રેજી શરાબની ત્રણ બોટલ મળી હતી. આથી પોલીસે શરાબની બોટલો કબજે કરી કારના એન્જિન તથા ચેસીસ નંબર મેળવી તેના ફરાર ચાલક સામે પ્રોહીબીશન એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં આવેલી અસ્ફાક મહંમદહુસેન મોગલ નામના શખ્સની વાડીમાં ગઈરાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી અંગ્રેજી શરાબની પાંચ બોટલ સાંપડી હતી. જ્યારે વાડી માલિક નાસી ગયો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription