રણજીતસાગર-સસોઈમાં જામનગરને સાત માસ ચાલે તેટલો થયો જળસંગ્રહ

જામનગર તા. ૧૩ઃ જામનગર જિલ્લામાં સતત બે  દિવસ થયેલા સારા વરસાદના કારણે નગરજનો માટે પીવાના પાણીની સમસ્યા ઘણી હળવી થઈ છે અને લગભગ સાત માસ ચાલે તેટલો જથ્થો સંગ્રહ થયો છે.

જામનગર જિલ્લામાં સારા વરસાદથી જિલ્લાના જળાશયોમાં નવા નીરની પૂષ્કળ આવક થવા પામી છે.

શહેરના લોકો માટે પીવાના પાણીના અત્યંત ઉપયોગી એવા રણજીતસાગર ડેમમાં ૧૭ ફૂટ પાણીનો જથ્થો સંગ્રહ થયો છે અને ૩૮૯ એમસીએફટી પાણી સંગ્રહ થયું છે. એટલે કે આ ડેમ તેની ક્ષમતા કરતા ૪૦ ટકા ભરાઈ ગયો છે. આ ડેમની કુલ ઊંડાઈ ર૭ ફૂટ છે. સસોઈ ડેમની સપાટી ૧૩.પ  ફૂટની થતા પ૧ર એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. આમ આ ડેમ તેની ક્ષમતા પ્રમાણે ૩૬ ટકા ભરાયો છે. આ ડેમની ઊંડાઈ કુલ રર ફૂટ છે.

ઊંડ-૧ ડેમમાં ૩૯.૭ ફૂટ પાણી એટલે કે રર૬૪ એમસીએફટી પાણી સંગ્રહ થયું છે. આ ડેમની ઊંડાઈ ૪ર ફૂટ છે. તો આજી-૩ ડેમ ર૭ ફૂટનો છે. તેની હાલની સપાટી રપ.૯૩ એટલે કે ર૩ ફૂટની થવા પામી છે. આ ડેમમાં કુલ ૧૬૧૬ એમસીએફટી પાણીનો જથ્થો હૈયાત છે.

આમ રણજીતસાગર અને સસોઈ ડેમમાં જામનગરવાસીઓ માટે સાત માસ ચાલે તેટલો પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. એટલે કે, નગરજનો માથેથી જળસંકટ લગભગ ટળી ગયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription