મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

જામનગરના મહિલા કોર્પોરેટર-સંસ્થાઓ દ્વારા ચકલીના માળાઓનું થશે વિતરણ

જામનગર તા. ૧૪ઃ ઘરઆંગણાનું પક્ષી એટલે ચકલી... છેલ્લા ઘણાં સમયથી શહેરી વિસ્તારોમાંથી ચકલી લુપ્ત થતી જોવા મળી રહી છે અને એક સમયે ઘર આંગણે ફળિયા અને અગાસીમાં જોવા મળતી ચકલીઓ આજે જવલ્લ્ેજ જ કોઈ જગ્યાએ એકલદોકલ સંખ્યામાં જોવા મળે છે, ત્યારે આગામી ર૦ માૃચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વોર્ડ નંબર પાંચના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને શહેરની પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા ચકલી બચાવો અભિયાન હેઠળ અનેક વિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.

જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર પાંચના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને શહેરની પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ લાખોટા નેચર ક્લબ, નવાનગર નેચર ક્લબ અને સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલ અને એનિમલ હેલ્પલાઈન દ્વારા છેલ્લા બે વર્ષથી શહેરના વિવિધ વિસ્તારોમાં વિનામૂલ્યે ચકલીના માળા અને પક્ષીને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા પાણીના કૂંડાઓનું વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ર૦૮૭૮ ચકલીના માળા અને ૮૯૦ પાણીના કૂંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.

વિશ્વ ચકલી દિવસ પર વિનામૂલ્યે હજારોની સંખ્યામાં ચકલીના માળા વિતરણનો સુંદર પ્રતિસાદ સાંપડ્યો છે અને જે શહેરીજનોએ માળા લગાવ્યા છે તેમને ત્યાં ચકલીઓ વસવાટ કર્યાના અનેક કિસ્સાઓ આયોજકોને મળ્યા છે, ત્યારે  આગામી ર૦ માર્ચના કૂંડાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવનાર છે. ચકલીના માળાઓનું વિતરણ ઉપરાંત શહેરની શાળાઓમાં ચકલી બચાવો માટે જનજાગૃતિના કાર્યક્રમો, સ્ટીકર વિમોચન, પત્રિકા વિમોચન ઉપરાંત સોશ્યલ મીડિયાના માધ્યમથી વોટ્સએપ ફેસબુક અને યૂટ્યૂબના માધ્યમ દ્વારા ચકલી બચાવો અભિયાન હાથ ધરવામાં આવનાર છે. ચકલી બચાવો મહાઅભિયાનના આયોજકો મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, લાખોટા નેચર ક્લબના સુરેશભાઈ ભટ્ટ, નવાનગર નેચર ક્લબના વિજયસિંહ જાડેજા, બર્ડ હોસ્પિટલના સંચાલક કેતનભાઈ નિરંજની, એનિમલ હેલ્પલાઈનના અશોકભાઈ શાહ અને જયેશભાઈ, નવરંગ નેચર  ક્લબ રાજકોટના વી.ડી. બાલાના જણાવ્યા અનુસાર આગામી ર૦ માર્ચના સવારે ૯ વાગ્યે સાત રસ્તા બર્ડ હોસ્પિટલ બપોરે ૧૧ વાગ્યે લાલબંગલા સર્કલ અને સાંજે ૪ વાગ્યે ડીકેવી સર્કલ પાસે સ્ટોલ ઊભા કરી વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીના કૂંડાઓનું વિતરણ કરવામાં આવનાર છે જેનો પક્ષી પર્યાવરણ પ્રેમી લોકોએ લાભ લેવા જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription