વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જસ્ટીશ બેદીનો રિપોર્ટઃ ગુજરાતમાં ૧૭માંથી ત્રણ એન્કાઉન્ટર નકલી ઃ નવ પોલીસકર્ર્મી જવાબદાર

નવી દિલ્હી તા. ૧રઃ ગુજરાતમાં વર્ષ-ર૦૦ર થી વર્ષ-ર૦૦૬ સુધી થયેલા ૧૭ એકાઉન્ટરમાંથી ત્રણ એન્કાઉન્ટર નકલી હોવાનું ઠરાવી જસ્ટીશ બેદીના રિપોર્ટમાં આ માટે નવ પોલીસકર્મીઓને જવાબદાર ઠરાવી તેની સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.

ગુજરાતમાં ર૦૦ર થી ર૦૦૬ દરમિયાન થયેલા ૧૭ એન્કાઉન્ટરમાંથી ત્રણને જસ્ટીશ એચ.એસ. બેદીની તપાસ સમિતિએ બોગસ જાહેર કર્યા છે. સુપ્રિમમાં રજૂ કરાયા પછી લગભગ એક વર્ષ પછી જાહેર થયેલ રિપોર્ટમાં સમીરખાન, કાસમ જાફર અને હાજી હાજી ઈસ્માઈલના એન્કાઉન્ટરમાં થયેલ મોતને પ્રાથમિક દૃષ્ટિએ બોગસ માન્યા છે. સાથે જ આ એન્કાઉન્ટરમાં સામેલ ત્રણ ઈન્સપેક્ટરો સહિત કુલ ૯ પોલીસ કર્મચારીઓ પર કેસ ચલાવવાન ભલામણ કરી છે.

જો કે, તેમણે આ એન્કાઉન્ટરોમાં આઈપીએસ અધિકારઓની ભૂમિકા બાબતે કોઈ ભલામણ નથી કરી. સુપ્રિમ કોર્ટ તરફથી સુપ્રિમના ભૂતપૂર્વ જ્જ જસ્ટિસ બેદીની અધ્યક્ષતાવાળી તપાસ સમિતિને આ ૧૭ એન્કાઉન્ટરોની તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. સમિતિએ પોતાનો રિપોર્ટ એક બંધ કવરમાં સુપ્રિમ કોર્ટને ગયા વર્ષના ફેબ્રુઆરીમાં સોંપ્યો હતો. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે ૯-જાન્યુઆરીએ ગુજરાત સરકારની આ કમિટીનો રિપોર્ટ ગુપ્ત રાખવાની માંગણી કરતી અરજી રદ્દ કરી હતી. આ સાથે જ બેંચે આ રિપોર્ટ અરજદારોને સોંપવાનો આદેશ આપ્યો હતો. જેમાં મશહુર ગીતકાર જાવેદ અખ્તર પણ સામેલ છે.

સમિતિએ સમીરખાનના કુટુંબીજનોને ૧૦ લાખ અને કાસમ જાફરના કુટુંબીજનોને ૧૪ લાખ રૃપિયાનું વળતર આપવાની ભલામણ કરી છે. મિઠુ ઉંમર ડફેર, અનિલ બિપીન મિશ્રા, મહેશ, રાજેશ્વર કશ્યપ, હરપાલસિંહ ઢાકા, સલીમ ગાજી મિયાણા, જાલા પોપટ દેવીપૂજક, રફીકશાહ, ભીમા માંડા મેર, જોગીંદરસિંહ ખેતાન, ગણેશ ખુંટે, મહેન્દ્ર જાદવ, સુભાષ ભાસ્કર નૈયર અને સંજય સહિત ૧૪ એન્કાઉન્ટરોની પણ તપાસ કરાઈ હતી.

તા. રર-ઓક્ટોબર-ર૦૦ર ના રોજ અમદાવાદના ઉસ્માનપુરામાં પોલીસના હાથમાંથી ભાગતી વખતે એન્કાઉન્ટર થયું હતું. તા. ૧૩-એપ્રિલ-ર૦૦૬ ના કાસમ જાફર અમદાવાદમાં પોલીસ લોકઅપમાંથી ફરાર થયો. એક દિવસ પછી તેની લાશ મળી આવી હતી. તા. ૯-ઓક્ટોબર-ર૦૦પ ના રોજ હાજી હાજી ઈસ્માઈલે પોલીસને રોકવા ગોળીબાર કર્યો. જવાબમાં પોલીસે તેને ર૦ ગોળી મારી હતી. આ ત્રણ એન્કાઉન્ટરને નકલી ગણાવાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription