મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

કલ્યાણપુરના ફોજદાર સામે અપ્રમાણસર મિલકત ધરાવવાનો ગુન્હોઃ એક નાગરિકની મદદગારી

જામનગર તા. ૨૦ઃ કલ્યાણપુરના ફોજદારે ગયા ડિસેમ્બર મહિનામાં એક આસામી પાસે રૃા. ત્રણ લાખની લાંચ માંગ્યાનો ગુન્હો એસીબીએ નોંધ્યો હતો. તે અધિકારીના ક્વાર્ટરમાંથી રૃા. ૨.૬૧ લાખની રોકડ મળી હતી. જેનો ખુલાસો માંગ્યા પછી એસીબીએ તે ફોજદાર અને એક નાગરિક સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુન્હો નોંધ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ મથકમાં ગયા વર્ષે ફોજદારની ફરજ બજાવતા શૈલેન્દ્રસિંઘ સુરેશસિંઘ (એસ.એસ.) ભદોરીયાએ એક આસામી પાસે રૃા. ત્રણ લાખની લાંચ માંગ્યા પછી તે આસામીએ લાંચ રૃશ્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવતા રાજકોટ એસીબીના પીઆઈ એન.કે. વ્યાસ તથા સ્ટાફે ગયા ડિસેમ્બર મહિનામાં પીએસઆઈ ભદોરીયા સામે લાંચ માંગવા અંગેનો ગુન્હો નોંધ્યો હતો.

ત્યારપછી આ ફોજદારના ઘેર-સરકારી ક્વાર્ટરમાં એસીબીએ ગઈ તા. ૫-૧૨-૧૮ના દિને ચકાસણી કરતા તેઓના ક્વાર્ટરમાંથી રૃા. ૨,૬૧,૦૦૦ની રોકડ રકમ સાંપડી હતી. આ રકમ અંગે એસીબીએ ખુલાસો માંગતા પીએસઆઈ એસ.એસ. ભદોરીયાએ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના રામભાઈ નાથાભાઈ લુણા આ રકમ અમૂક ચીજવસ્તુ ખરીદવા માટે આપી ગયા હોવાની કેફીયત આપી હતી. તેથી એસીબીએ રામભાઈ લુણાનું પણ નિવેદન નોંધ્યું હતું. તે પછી આગળ વધેલી તપાસમાં એસીબીની દેવભૂમિ દ્વારકા શાખાના ઈન્ચાર્જ પીઆઈ પી.વી. પરગડુએ ગઈકાલે પીએસઆઈ ભદોરીયા તથા રામભાઈ નાથાભાઈ લુણા સામે ગુન્હો દાખલ કર્યો છે.

આ ગુન્હાની વિગતમાં જણાવ્યા મુજબ ફોજદારના ક્વાર્ટરમાંથી મળેલી રૃા. ૨,૬૧,૦૦૦ની રોકડ અપ્રમાણસરની હતી, તે રકમમાંથી પોતાના મિત્ર રામભાઈ લુણા મારફતે રૃા. ૨,૫૦,૦૦૦ની રકમ અંગે ખોટો ઈલેકટ્રોનીક દસ્તાવેજી પુરાવો ઉભો કરી અપ્રમાણસરની મિલકતને પ્રમાણસરની બતાવવા એકબીજાને મદદ કરી હતી. રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ ધપાવવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription