નર્મદાના મુદ્દે કમલનાથ રાજનીતિ ન કરેઃ રૃપાણી

ગાંધીનગર તા. ર૦ઃ મુખ્યમંત્રી રૃપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, માહિતીના અભાવે મધ્યપ્રદેશ સરકાર બાલિશ નિવેદનો બંધ કરે, તેમણે કહ્યું કે નર્મદાના મુદ્દે કમલનાથ રાજનીતિ બંધ કરે, સુપ્રિમકોર્ટના ચૂકાદાઓ અને નર્મદા ઓથોરિટીના નિર્ણયોને ટાંકીને રૃપાણીએ કહ્યું કે, ચાલીસ વર્ષથી ચારેય રાજ્યો નર્મદાના નીરની વહેંચણી કરી રહ્યાં છે. ગુજરાત ર.પ૦ મે.વોટ વીજળી ઉત્પન્ન કરે છે, જેનો પ૭ ટકા હિસ્સો આજે પણ મળે છે. સુપ્રિમકોર્ટના આદેશ મુજબ પુનર્વસનનું કામ થયું છે અને તેનો ચુસ્ત અમલ થાય છે. નર્મદા ડેમની સપાટી ૧૩૮.૬૮ મીટર ફુલ ભરાય, તે નક્કી થયેલું છેે.

ગુજરાત મધ્યપ્રદેશની જનતાના હિત વિરૃદ્ધ ક્યારેય ન હોય શકે. વર્ષ-ર૦ર૪ સુધી કોઈ ફેરફાર ન થઈ શકે. તેવું વ્યવસ્થાપન થયેલું છે. તેમણે ક્હ્યું કે, ગુજરાત સરકારનો અધિકાર પાણી મેળવવાનો છે, પરંતુ આ ગંદી રાજનીતિ થઈ રહી છે. ગુજરાતના હક્ક-હિસ્સા માટે ગુજરાત સરકાર ક્યારેય પાછીપાની નહીં કરે.

તેમણે હું મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને મંત્રીને ચેતવણી આપું છું કે, આ બાબતે રાજકીય રમત ન રમે. આ અંગે તમામ નીતિ-નિયમો છે અને ટ્રીબ્યુનલના નિયમોમાં ફેરફાર કરવાનો કોઈને હક્ક નથી.

મધ્યપ્રદેશને આજે પણ ૫૭ ટકા જેટલી વીજળી મળે છે. એટલે પાણી બ્લોક કરી વીજળી ઓછી ઉત્પન્ન કરવાની વાત જ નથી.

તેમણે કહ્યું ગુજરાતનું પાણી અટકાવવાની બાલીસ વાત એમપીના મંત્રી બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે ૪૦ વર્ષથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન ચારેય રાજ્ય સરકારથી કામ કર્યા છે અને આ સહયોગ પૂર્ણ વાતાવરણને ડોળવાનું કામ ન કરે. ગુજરાત કોંગ્રેસે પણ રાજ્યના હિતના લોકોની વાત કરવી જોઈએ. કમલનાથ સરકારે ગુજરાતને ધમકી આપવાનું બંધ કરવું જોઈએ. લોકોનું અહીત કરવાની વૃત્તિ આ નિર્ણયમાં છતી થાય છે. ગુજરાત ખાલી ધમકીથી ડરવાનું નથી અને સહન પણ ન કરે. ગુજરાત પોતાના હક્કનું પાણી મેળવીને જ રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription