કર્ણાટક સરકારનો વિશ્વાસ મત હવે સોમવારેઃ ભા.જ.પ. રહ્યું હાથ ઘસતું

બેંગ્લુરૃ તા. ર૦ઃ કર્ણાટક સરકારનો વિશ્વાસમત હવે શતરંજની રમતની જેમ રોમાંચક બની રહ્યો છે. સ્પીકરે કુમારસ્વામી સરકારનો વિશ્વાસ મત સોમવાર સુધી પાછળ ઠેલી દેતા સરકાર રચવા માટે તલપાપડ બનેલું ભાજપ હાથઘસતું રહી ગયું છે.

કર્ણાટકમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ-જેડીએસ સરકાર અને રાજ્યપાલ વચ્ચે સંઘર્ષનો માહોલ બની ગયો છે. બહુમતી સાબિત કરવા રાજ્યપાલે બે વાર ડેડ લાઈન નક્કી કરી પણ સરકારે તેને અવગણી શુક્રવારે વોટીંગ કરવા દીધું નહોતું. મોડી સાંજે ગૃહની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવાઈ. આમ કુમારસ્વામી સરકારનો વિશ્વાસમત શતરંજની રમતની જેમ રોમાંચક બની રહ્યો છે, અને સરકાર રચવા તલપાપડ ભાજપ હાથ ઘસતું રહી ગયું છે.

સ્પીકર રેમેશે કહ્યું કે સોમવારે વિશ્વાસ મતની પ્રક્રિયા પૂરી કરી દેવાશે. રાજ્યપાલે ગુરુવારે મુખ્યમંત્રી કુમારસ્વામીને શુક્રવારે બપોરે ૧.૩૦ સુધીમાં બહુમતી સાબિત કરવા કહ્યું હતું. રાજ્યપાલે બીજીવાર શુક્રવારે જ બહુમતી સાબિત કરવાનો પત્ર મોકલ્યો. તેના જવાબમાં કુમારસ્વામીએ સ્પીકરને કહ્યું કે રાજ્યપાલનો બીજો લવલેટર આવ્યો છે. આવા લવલેટરથી બચાવો. દરમિયાનમાં કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યો પર વ્હિપ લાગુ કરાવવાની માંગ સાથે સુપ્રિમમાં પહોંચી છે.

રાજકીય તડજોડ વચ્ચે ટૂચકા સુધી વાત પહોંચી ગઈ. કુમારસ્વામીના ભાઈ એચ.ડી. રેવન્ના ગૃહમાં લીંબુ લાવ્યા હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે. રેવન્ના મુસિબતના સમયે હાથમાં લીંબુ રાખે છે. તેઓ એવું માને છે કે આના કારણે મુશ્કેલી ટળી જાય છે. ભાજપે આ અંગે વાંધો ઊઠાવ્યો હતો.

બીએસ યેદિયુરપ્પાના અંગત સચિવ પીએ સંતોષ સાથે અપક્ષના ધારાસભ્ય એચ નાગેશનો ફોટો દર્શાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, શું તેમને ખરેખર ધારાસભ્યોના ખરીદ-વેંચાણ વિશે ૧૦ દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી? હું ફ્લોર ટેસ્ટનો નિર્ણય સ્પીકર પર છોડું છું. હું સ્પીકરને અપીલ કરૃ છું કે, રાજ્યપાલ તરફથી મોકલવામાં આવેલા પત્રથી મારી રક્ષા કરે.

આ પહેલા સ્પીકર રમેશ કુમારે કહ્યું હતું કે, જ્યાં સુધી ચર્ચા પૂરી ન થઈ જાય ત્યાં સુધી તમે (બીજેપી) વિશ્વાસ મત માટે ન કહી શકો. તેમણે કહ્યું કે, રાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેથી તેમનો આદેશ માનવો કે નહીં તે નિર્ણય કુમારસ્વામીનો છે.

ઉલ્લેખનિય છે કે ગુરુવારે વિધાનસભામાં વિશ્વાસ મતના પ્રસ્તાવ પર અંદાજે સાડાસાત કલાક સુધી ચર્ચા ચાલી હતી. ત્યારપછી સ્પીકર રમેશ કુમારે સદનની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરી દીધી હતી. ત્યારપછી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, સ્પીકર વિશ્વાસ મત ટાળવા માંગે છે. ધારાસભ્યોએ આ વિશે રાજ્યપાલ વજુભાઈ વાળાને એક અરજી પણ સોંપી હતી. કાર્યવાહી સ્થગિત થયા પછી ભાજપ ધારાસભ્યો આખી રાત ગૃહમાં જ રોકાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription