મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

ખંભાળિયા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર પાંચમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત

ખંભાળિયા તા. ૧૪ઃ ખંભાળિયા નગરપાલિકા દ્વારા વોર્ડ નં. પાંચમાં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિરથી વારાહી ચોક જોષીનો ડેલો, રાવલચોક કણઝાર માતાના મંદિર પાસેથી સતવારા વાડા સુધી બનનારા પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભા.જ.પ.ના અધ્યક્ષ કાળુભાઈ ચાવડા તથા ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ શ્વેતાબેન અમિતભાઈ શુક્લના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કામના ખાતમુહૂર્તમાં ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના અધ્યક્ષ કાળુભાઈ ચાવડા, નગરપાલિકાના પ્રમુખ શ્વેતાબેન અમીતભાઈ શુક્લ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભા.જ.પ. મહામંત્રી દિનેશભાઈ દત્તાણી, ચીફ ઓફિસર એ.કે. ગઢવી, શહેર ભા.જ.પ. પ્રમુખ મનુભાઈ મોટાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ પી.એમ. ગઢવી, કારોબારી ચેરમેન દિપેશભાઈ ગોકાણી, વોર્ડ નં. પાંચના સદસ્યો જેમીનીબેન મોટાણી, જગદીશભાઈ ખેતિયા, પ્રતિભાબેન નકુમ, ભા.જ.પ.ના આગેવાન યોગેશભાઈ મોટાણી, અમિતભાઈ શુક્લ, જીતેન્દ્રભાઈ નકુમ, નિકુંજભાઈ વ્યાસ, મેઘાબેન વ્યાસ, આ વિસ્તારના લત્તાવાસીઓ તેમજ કોન્ટ્રાક્ટર ચિરાગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

આ ઉપરાંત થોડા સમય પહેલા આ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પીવાના પાણીની મેઈ લાઈન નાખવામાં આવેલ હતી જેનાથી આ વિસ્તારના લોકોને નગરપાલિકા નળ વાટે પૂરતા ફોર્સથી પાણી મળી રહે છે. આમ નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન અમિતભાઈ શુક્લના તેમજ વોર્ડ નં. પાંચના સદસ્યોના પ્રયાસોથી વિસ્તારના લત્તાવાસીઓની આ સમસ્યાનો પણ ઉકેલ આવતા લત્તાવસીઓમાં હર્ષ અને આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription