ખંભાળિયામાં સાડાઅઢાર ઈંચ વરસાદ છતાં ઘી ડેમમાં નહીંવત્ પાણીઃ સિંહણ ડેમ પણ અડધો ખાલી

ખંભાળિયા તા. ૧૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આજે સવારે વરસાદી વાતાવરણ વચ્ચે ઝાપટાં પડ્યા હતાં અને વાતાવરણ ઝરમરિયા વરસાદવાળું રહ્યું હતું.

ખંભાળિયા શહેરમાં દ્વારકા જિલ્લાનો સૌથી વધુ સાડાઅઢાર ઈંચ જેટલો વરસાદ પડવા છતાં પણ સ્થિતિ એવી છે કે ખંભાળિયા શહેર તથા તાલુકાના ગામડાની જીવાદોરી સમાન જે ડેમમાંથજી ર૬ ગામોને પીવાનું પાણી પૂરૃં પડાય છે તે ઘી ડેમ હજુ તળિયાઝાટક છે! હજુ ડેમમાં એક ફૂટ પણ નવું પાણી આવ્યું નથી. સપાટી શૂન્ય છે!

આવી જ સ્થિતિ તાલુકાના સિંહણ ડેમની છે. આ ડેમમાં જો કે નવું પાણી આવતા સપાટી ૧૩ ફૂટની થઈ છે, પણ હજુ નવ ફૂટ બાકી છે. અડધો ખાલી છે!

close
Nobat Subscription