ચાંદીબજારમાંથી શક પડતા મંગળસૂત્ર સાથે દંપતી સહિત ત્રણની અટકાયત કરતી એલસીબી

જામનગર તા. ૧૩ઃ જામનગરના ચાંદીબજારમાંથી બીલ કે આધાર વગરના બે તોલા વજનના સોનાના મંગળસૂત્ર સાથે એક દંપતી અને એક મહિલાને એલસીબીએ અટકાયતમાં લઈ પુછપરછ આરંભી છે.

જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં એક શખ્સ તથા બે મહિલાઓ શંકાસ્પદ હીલચાલ કરતા હોવાની બાતમી એલસીબીના એન.બી. જાડેજા, મિતેશ પટેલ, અશોક સોલંકીને મળતા ગઈકાલે એલસીબીના કાફલાએ ચાંદીબજારમાં વોચ ગોઠવી હતી.

ત્યાંથી ધુળશીયા ગામના કેશવજીભાઈ મનજીભાઈ કટકીયા, તેમના પત્ની જયાબેન તેમજ ચંદ્રાગા ગામના નયનાબા વનરાજસિંહ જાડેજા ૨૧ ગ્રામથી વધુ વજનના સોનાના મંગળસૂત્ર સાથે મળી આવ્યા હતાં. આ વ્યક્તિઓની પુછપરછ કરાતા તેઓ આ દાગીનાનું બીલ કે આધાર ન આપી શકતા એલસીબીએ રૃા. ૫૨,૦૦૦નું મંગળસૂત્ર કબજે કરી સીઆરપીસી ૧૦૨ હેઠળ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં પીઆઈ આર.એ. ડોડીયા, પીએસઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી. ગોજીયા, સ્ટાફના જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બશીરભાઈ મલેક, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદ પરમાર, દિલીપ તલાવડીયા, ફિરોઝભાઈ દલ, ખીમાભાઈ ભોચીયા, વનરાજ મકવાણા, મીતેશ પટેલ, અજયસિંહ ઝાલા, અશોક સોલંકી, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, હિરેન વરણવા, લાભુભાઈ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપ ખાચર, સુરેશ માલકીયા, લક્ષ્મણ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા, અરવિંદગીરી સાથે રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription