પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ મલ્ટીપલ ડિસ્ટ્રીક્ટ- ૩ર૩રનું વા. અધિવેશનઃ નગરની ક્લબને ર૪ એવોર્ડ

જામનગર તા. ૧૫ઃ વડોદરામાં લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ મલ્ટિપલ ડિસ્ટ્રીક્ટ ૩ર૩ર નું વાર્ષિક અધિવેશન યોજાયું હતું તેમાં સમગ્ર ગુજરાતના ૯૦૦ થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં. આ અધિવેશનમાં તત્કાલિન આંતરરાષ્ટ્રીય પ્રમુખ  અને ભારતનું ગૌરવ લાયન નરેશ અગ્રવાલ, આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટર લાયન અરૃણા ઓસ્વાલ તેમજ લાયન્સ જગતની અન્ય નામાંકીત હસ્તીઓ પણ હાજર રહી હતી. આ અધિવેશનમાં લાયન વર્ષ ર૦૧૮-ર૦૧૯ દરમિયાન જે કોઈ ક્લબે કે જે કોઈ લાયન સભ્યે વિશિષ્ટ કામગીરી કરી હોય તેમને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં. ડિસ્ટ્રીક્ટ ૩ર૩ર-જે માં ડિસ્ટ્રીક્ટ ગવર્નર પીએમજેએફ ચંદ્રકાંતભાઈ દફ્તરીની આગેવાનીમાં કુલ ર૪ એવોર્ડસ મેળવ્યા હતાં. જેમાં જામનગરની લાયન્સ  ક્લબ ઓફ જામનગર ક્વીન્સના સભ્ય તેમજ ડિસ્ટ્રીક્ટ સેક્રેટરી એમ.જે.એફ. દિલીપ સાવલાને આંતરરાષ્ટ્રીય પ્રમુખ ગુડરૃન યંગવાડોંટ્ટિર તરફથી લીડરશીપ ગોલ્ડ મેડલ, લાયન્સ ક્લબ ઓફ જામનગર ઈસ્ટના પ્રમુખ તેમજ ઝોન ચેરપર્સન એમ.જે.એફ. એસ.કે. ગર્ગને આંતરરાષ્ટ્રીય પ્રમુખ લાયન ગુડરૃન યંગવાડોંટ્ટિર તરફથી સર્વિસ ગોલ્ડ મેડલ ઉપરાંત તેમને ગુજરાતના ૧૬,૦૦૦ સભ્યોમાંથી બેસ્ટ લાયન ઓફ મલ્ટીપલ-૩ર૩ર ના મેડલથી તેમજ લાયન્સ ક્લબ ઓફ જામનગર ક્વીન્સના પ્રમુખ રોહિત જોષીને બેસ્ટ ઓફ બેસ્ટ લાયન તરીકે તત્કાલિન આંતરરાષ્ટ્રીય પ્રમુખ નરેશ અગ્રવાલના વરદ્ હસ્તે જામનગરના ડિસ્ટ્રીક્ટ ૩ર૩ર જે ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર પીએમજેએફ ચંદ્રકાંતભાઈ દફ્તરી તથા ભૂતપૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર અને જામનગરના સમાજ સેવિકા એમ.જે.એફ. ગીતાબેન સાવાલની હાજરીમાં નવાજવામાં આવ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription