મનમોહનસિંહ રાજસ્થાનમાંથી રાજ્યસભાની ઉમેદવારી માટે આજે ભરશે ઉમેદવારી પત્ર

જયપુર તા. ૧૩ઃ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે રાજસ્થાનમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. રાજસ્થાનમાં કોંગ્રેસની બહુમતી હોવાથી તેમનો વિજય નિશ્ચિત મનાય છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ રાજ્યસભા માટે મંગળવારે રાજસ્થાનથી ફોર્મ ભરશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદનલાલ સૈનીના નિધન પછી ખાલી પડેલી રાજ્યસભાની બેઠક પર ર૬ ઓગસ્ટના પેટાચૂંટણી યોજાશે. સંખ્યાબળની દૃષ્ટિએ મનમોહનસિંહને આ બેઠક મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તેમ છતાં કોઈપણ પ્રકારની ચૂક ન થાય તે માટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતે આ માટેનો મોર્ચો સંભાળી રહ્યા છે. મનમોહનસિંહનો ૧૪ જુને રાજ્યસભાના સભ્ય તરીકે કાર્યકાળ ખતમ થયો હતો. તેઓ આસામથી રાજ્યસભાના સાંસદ હતાં.

પાર્ટી ધારાસભ્યોને એકજુથ રાખવાની સાથે ગેહલોત અપક્ષ અને બસપા ધારાસભ્યો સાથે પણ સંપર્કમાં છે. તેમણે રાજ્યના તમામ કોંગ્રેસી ધારાસભ્યોને આદેશ આપ્યા છે કે સિંહના નામાંકન દરમિયાન તમામ ધારાસભ્યો જયપુરમાં હાજર રહે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૪ ઓગસ્ટ છે. તો બીજી બાજુ ભાજપે મંગળવારે પ્રદેશ પાર્ટી કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવી  છે. જેમાં નક્કી કરાશે કે ભાજપ પોતાના ઉમેદવાર ઉતારશે કે નહીં.

રાજ્યસભા વિધાનસભામાં કુલ બેઠકો ૧૯૯ છે. કોંગ્રેસના ૧૦૦ ધારાસભ્યો છે. આ ઉપરાંત ૬ બસપા, બે બીટીપી, બેસીપીએમ, એક આરએલડી અને ૧ર અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. એવામાં કોંગ્રેસ સંખ્યાબળની દૃષ્ટિએ ૧ર૩ ના આંકડાને પાર કરી રહી છે. તો બીજી તરફ ભાજપ પાસે ૭ર ધારાસભ્યો છે. આરએલપીના બે ધારાસભ્યોનું સમર્થન ભાજપને મળી શકે છે. એક અપક્ષ કોને સમર્થન આપશે તે હજુ નક્કી નથી. બે વિધાનસભાની બેઠકો ખાલી છે, જેની પર પેટાચૂંટણી થવાની છે.

રાજ્યમાં ૧૦ રાજ્યસભાની બેઠકો છે. ૯ બેઠકો ભાજપ પાસે છે. મદનલાલ સૈનીની નિધન પછી આ બેઠક ખાલી પડેલી હતી. અત્યારે તેમની જગ્યાએ જે પણ નવો ઉમેદવાર આ બેઠક પરથી ચૂંટાશે તેનો કાર્યકાળ પણ ર૦ર૪ સુધીનો જ હશે. આઝાદી પછી પહેલી વખત આવું થશે, જ્યારે રાજસ્થાનથી કોઈ પૂર્વ પીએમ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે. જો તેઓ જીતશે તો નવો ઈતિહાસ બનશે, જો કે આ પહેલા પણ ઘણા દિગ્ગજો રાજ્યથી આરાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription