ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

જામનગરમાં ૧૪૦૪ આવાસના જર્જરીત બ્લોક ખાલી કરવા મનપાનો આદેશ

જામનગર તા. ૧રઃ જામનગરના ૧૪૦૪ આવાસ યોજનાના કેટલાક મકાનો જર્જરીત હોય, તેનો વપરાશ તાત્કાલિક ધોરણે બંધ કરવા અન્યથા નુકસાન થશે તો મહાનગરપાલિકા તેના માટે જવાબદાર રહેશે નહીં તેમ સિટી ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

ટીપી સ્કીમ નંબર-ર, એફ.પી. પપ તથા ૯પ વાળી જમીન ઉપર એસ ૯ ડબલ્યુ એસ યોજના હેઠળ ૧૪૦૪ આવાસો બાંધવામાં આવ્યાં છે. તેમાં ર૦૧૮ ના  વર્ષમાં સર્વે કરાવવામાં આવ્યો હતો ત્યારે ૧૧૭ બ્લોક માંથી ૪૬ બ્લોકમાં રવેશ, સીડી, સ્લેબ બીમનું આરસીસી કામમાં ગાબડાં પડી ગયા છે, અને લોખંડ બહાર દેખાય છે તેમાં કાટ લાગી ગયો છે. આ સિવાય પણ અનેક બ્લોકમાં રીપેરીંગની જરૃરિયાત છે.

આવા બ્લોક ધારકોને નોટીસ પણ આપવામાં આવી હતી. સત્વરે આવા બ્લોકમાં રહેતાં લોકોએ રીપેરીંગ કામ કરાવી લેવા અથવા તાત્કાલિક વપરાશ બંધ કરવા જાણ કરવામાં આવી છે, છતાં જો વપરાશ કરવામાં આવશે અને અકસ્માત થશે તો તેની જવાબદારી મહાનગરપાલીકાની રહેશે નહીં તેમ મહાનગરપાલિકાના સિટી ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription