સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

જામનગરમાં આહિર સમાજ દ્વારા સમૂહભોજન-રક્તદાન તથા ડાયરો

જામનગર તા. ૧રઃ શ્રી આહિર સમાજ તથા શ્રી આહિર યુવા ગ્રુપ જામનગર દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે તા. ૧૪.૧.ર૦૧૯ ને સોમવારે સાંજે પાંચથી આઠ દરમિયાન ઓશવાળ-ર, મેઈન રોડ, આહિર સમાજ અને શ્રીજી હોટલ વચ્ચે, મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં, સત્યમ્ કોલોની, જામનગરમાં સમસ્ત આહિર સમાજના દશમા સમૂહોભજન (મહા પ્રસાદ) નું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત બોપરે બે થી રાત્રે આઠ દરમિયાન રક્તદાન કેમ્પ તેમજ રાત્રે ૮.૩૦  થી ૧ર દરમિયાન લોકડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લોકડાયરામાં પ્રખર ભજનિક પરસોત્તમપુરી બાપુ તથા લોકસાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી સાજીંદાઓ સાથે સૂર શબ્દની રમઝટ બોલાવશે.

સમૂહ ભોજન તથા લોકડાયરાનો સહપરિવાર લાભ લેવા તમામ જ્ઞાતિજનોને કોર્પોરેટર તથા આહિર યુવા ગ્રુપ પ્રમુખ મેરામણભાઈ ભાટુ દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00