ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
ખંભાળીયા તા. ૬ઃ જામનગરમાં આગામી તા. ૧૬ ડિસેમ્બરે યોજાનાર ધર્મસભાના આયોજનને સફળ બનાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામડાઓ તથા તાલુકા મથકોએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બેઠકનો દોર ચાલી રહ્યો છે.
ખંભાળીયામાં વિવિધ ગામના સંરપંચો તથ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કાર્યવાહક નિકુંજભાઈ ખાંટે ધર્મસભા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ આગેવાનોને બેનર તથા પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં વિવિધ ગામના સરપંચો, કરણીસેના, વેપારી એસોસિએશન, લાયન્સ ક્લબ, ગાયત્રી ગરબા મંડળ, સુજન સંસ્થા, પ્રેમ પરિવાર, મેડિકલ એસોસિએશન, વારાહી ગૌરક્ષા દળ, બિલીયન ડ્રીમ ગ્રુપ, માનવ સેવા સમિતિ, વિદ્યાર્થી-વાલીમંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.