કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

દેશી-વિદેશી શરાબની રેલમછેલ વચ્ચે ઓખા બન્યું મીની દીવ

ઓખા તા.૧૧ ઃ ઓખામાં દેશી-વિદેશી શરાબની બદી દિન-પ્રતિદિન વધતી જઈ રહી છે ત્યારે ઓખા મીની દીવ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. બુટલેગરોના મજબૂત 'સેટીંગ'ના કારણે ઓખામાં પીવાનું પાણી મળે કે ન મળે ત્યારે દારૃ માગો ત્યારે મળે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના છેવાડાના ઓખા પોર્ટમાં સમગ્ર રાજ્યમાં દારૃબંધી હોવા છતાં દેશી-વિદેશી દારૃની રેલમછેલ થઈ રહી છે. બુટલેગરોના 'સેટીંગ'ના કારણે ઓખા જાણે કે મીની દીવ બની ગયું છે. ગાંધીનગરી, બર્માસેલ કવાર્ટર, નવીનગરી, હરિજનવાસ, મારૃતિનગર સહિતના વિસ્તારોમાં દેશી-વિદેશી શરાબના થતા ખૂલ્લેઆમ વેચાણ પર કોઈપણ કારણથી પોલીસની નજર જતી ન હોય, બુટલેગરો બેફામ બન્યા છે.

ઓખા શહેરમાં પીવાનું પાણી નિયમિત મળતું નથી ત્યારે હાલની પરિસ્થિતિમાં દારૃ માગો ત્યારે અને જોઈએ તેટલો મળી રહ્યો છે તે બાબત શંકા પ્રેરી રહી છે. આગામી સંક્રાંતના તહેવારોના કારણે કમાય લેવાના ઉત્સાહ સાથે બુટલેગરોએ ભાવ વધારો પણ કરી નાખ્યો છે. કેટલાક મહિલા બુટલેગરો રૃા.પ૦ની એક કોથળીના ભાવે પણ વેચાણ કરી રહી હોવા છતાં પોલીસનું તેના પર ધ્યાન જતું નથી. છેલ્લા પાંચેક મહિનામાં દેશી-વિદેશીના છૂટાછવાયા કેસો પોલીસ ચોપડે ચડયા છે, અગાઉ એસપીના લોકદરબારમાં મહિલા મંડળના પ્રમુખે દારૃનો પ્રશ્ન ઉઠાવ્યો હતો તેમ છતાં આ બદી ઘટવાના બદલે વધતી જોવા મળી રહી છે.

થોડા દિવસો પહેલા ઓખામાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી આરઆર સેલે ૨૦૮ લીટર દેશી દારૃ પકડી પાડયો હતો તે પછી પણ સ્થાનિક પોલીસે સતર્કતા દાખવી નથી તેથી પોલીસની મીઠી નજર હેઠળ દારૃનો વેપલો ચાલતો હોય તેમ લાગી રહ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription