મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

નબળા મોદી શી જીનપીંગથી ડરે છે, ચીનની આડોડાઈ સામે તદ્ન ચુપ!ઃ રાહુલ

નવી દિલ્હી તા. ૧૪ઃ ચીને વીટો વાપરીને યુનોની સુરક્ષા પરિષદમાં મસુદને ફરીથી ગ્લોબલ આતંકવાદી જાહેર થવા નહીં દેતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યો છે, અને તેઓને ડરપોક ગણાવ્યા છે.

ચીને ફરી એક વાર જૈશ મુખિયા મસુદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરતા બચાવી લીધો છે. ચીને યુએનમાં આ પ્રસ્તાવ વિરોધ તેમનો વીટો પાવર વાપરીને આવું કર્યું છે. ચીન દવારા વિરોધ કર્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન પર આરોપ લગાવ્યો છે કે, નબળા નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરેલા છે અને ચીન વિરૃદ્ધ તેમના મોઢામાંથી એક શબ્દ નહીં નીકળે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને આ પ્રહાર કર્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું છે કે, 'નબળા મોદી શી જિનપિંગથી ડરેલા છે, જ્યારે ચીન ભારત વિરૃદ્ધ પગલાં લે છે ત્યારે તેમના મોઢામાંથી એક શબ્દ નીકળતો નથી. તેમણે દાવો કર્યો કે, મોદીની ચીન સાથેની રાજનીતિ, ગુજરાતમાં સાથે હિંચકા ખાવા, દિલ્હીમાં ગળે મળવું, ચીનમાં ઘૂંટણીયે પડી જવું.'

મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની કોશિશમાં ચીનની તરફથી પ્રસ્તાવ તોડી પડાયા પછી કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ 'કુટનીતિક આપદાઓ'નો સિલસિલો છે. કોંગ્રેસે મોદી સરકાર ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રમાં આ કવાયતમાં રોડા નાંખવાને લઈ ચીન અને પાકિસ્તાનની પણ આલોચના કરી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરતા કહ્યું કે આતંકવાદની વિરૃદ્ધ વૈશ્વિક લડાઈમાં એ એક દુઃખદ દિવસ છે. તેમણે આજે ફરીથી આતંકવાદની વિરૃદ્ધની લડાઈને ચીન-પાકિસ્તાન ગઠજોડે આઘાત પહોંચાડ્યો છે. જૈશ સરગના મસુદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરવાની રાહમાં ચીને ફરી એક વખત રોડા નાંખ્યા અને તેણે વીટો વાપર્યો આથી આ પ્રસ્તાવ રદ્ થઈ ગયો. ચીને ચોથી વખત આ પ્રસ્તાવ પર વીટો લગાવ્યો છે. પ્રસ્તાવ તૂટ્યા પછી વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનના આ વલણથી ખૂબ જ નિરાશ છીએ. આતંકીઓની વિરૃદ્ધ અમારી કોશિશ ચાલુ રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription