પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

વેરાવળ જતી ખાનગી બસ ડમ્પર-દીવાલ સાથે અથડાતા ૧પ થી વધુ મુસાફરો ઘાયલ

અમદાવાદ તા. ૧રઃ અમદાવાદથી વેરાવળ જતી ખાનગી બસ ડમ્પર પાછળ ઘૂસીને દીવાલ સાથે અથડાઈ જતાં ૧પ મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલો આવી રહ્યા છે.

અમદાવાદની નજીક સરખેજ-બાવળા હાઈ-વે પર ગઈકાલે મોડી રાત્રે પટેલ ટ્રાવેલ્સની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. અમદાવાદથી વેરાવળ જતી ખાનગી ટ્રાવેલ્સની બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. કહેવાય છે કે બસના ડ્રાઈવરની ભૂલના કારણે આ અકસ્માત સર્જાયો હતો તેવી ચર્ચા છે. ડમ્પરની પાછળ બસ અથડાઈ રાઈસ મીલના કોટ સાથે ધડાકાભેર અથડાતા પંદરથી વધુ મુસાફરો ઘાયલ હતાં. તમામ ઘાયલને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બસની આગળનો આખો ભાગ ચી૫ાઈ ગયો હતો. આ અકસ્માતમાં બસના ડ્રાઈવર સહિત ૧પ લોકોને ઈજા પહોંચી છે.

અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે સરખેજ-બાવળા હાઈ-વે પર નવાગામ પાસે મોડી રાતે ડમ્પર અને ખાનગી બસ અથડાઈ હતી. કહેવામાં આવે છે કે આ ખાનગી બસની સ્પીડ વધારે હતી જેના કારણે ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ અકસ્માત પછી મેઈન રોડની બાજુમાં સર્વિસ રોડ છે અને તેની બાજુમાં જ દીવાલ હતી. તે દીવાલમાં બસ એટલી જોરથી અથડાઈ હતી કે દીવાલ પણ તૂટી ગઈ હતી. બસના ડ્રાઈવરને વધારે ઈજા થઈ છે. જ્યારે અંદર બેઠેલા મુસાફરોને સામાન્ય ઈજા થઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00