પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

ગુજરાતમાં બીજા ધોરણના મોટાભાગના બાળકોને કક્કો અને સો એકડા પણ આવડતા નથીઃ સરકારના દાવા પોકળ

અમદાવાદ તા. ૧૧ઃ ગુજરાતમાં રાજ્ય સરકારે જ લીધેલી કસોટીમાં રાજ્યના મોટાભાગના ધોરણ-૨ ના વિદ્યાર્થીઓને કક્કો-બારાખડી કે ૧૦૦ એકડા પણ આવડતા નહીં હોવાથી રાજ્યસરકારના દાવાઓની પોલી ખુલી ગઈ છે, અને શાળા પ્રવેશોત્સવ ઉજવાતા હોવાનું બહાર આવતા ચિંતાજનક સ્થિતિ ઉભી થયેલી જણાય છે.

રાજ્ય સરકારે જ લીધેલી કસોટી દરમિયાન રાજ્યના ૭૦ ટકાથી વધુ બીજા ધોરણના વિદ્યાર્થીઓને સો એકડા આવડતા નથી અને ૬૩ ટકા થી વધુ વિદ્યાર્થીઓને કક્કો પણ આવડતો નથી. તેવા જે અહેવાલો આવ્યા છે, તે ચોંકાવનારા છે. ગુજરાતમાં શિક્ષણની કંગાળ સ્થિતિને ઉજાગર કરતા આ અહેવાલો જોતા એમ જણાય છે કે રાજ્યમાં પાયામાંથી જ કેળવણી નબળી રહે છે.

શિક્ષણવિભાગ તાજેતરમાં ધોરણ બે ની ૬ લાખથી વધુ વિદ્યાર્થીઓને કસોટી દરમિયાન આ ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. આ કારણે ખુદ શિક્ષણ વિભાગ પણ ચોંકી ઉઠ્યો છે. રાજ્યમાં પાયામાંથી જ શિક્ષણ નબળું રહેતું હોય તો તે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં પણ નબળા જ રહે, તે સ્વાભાવિક છે.

આ કસોટી એટલા માટે લેવામાં આવી હતી કે ધોરણ-૫ પછી વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પાયાનું શિક્ષણ કેવું છે, તેની ચકાસણી કરવાનો, સરકારે નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારના અભિગમ મુજબ ધોરણ-૫ માં દાખલ કરાયેલા વિદ્યાર્થીઓને હવે નાપાસ કરી શકાશે. તેથી ધોરણ ૫ માં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધે નહીં, અને તે પહેલાં જ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ મુજબનું શિક્ષણ મળતું થાય, તે માટે હવે સરકારે પહેલા ધોરણથી જ શિક્ષણની ગુણવત્તા સુધારવાના વાસ્તવિક પ્રયાસો કરવા પડશે.

સરકાર દર વર્ષે પ્રવેશોત્સવ ઉજવીને પહેલા ધોરણમાં બાળકોને પ્રવેશ અપાવવાની ઝુંબેશ ચલાવે છે, તે પ્રચારાત્મક વધુ અને વાસ્તવલક્ષી ઓછું છે, કારણકે તે પછી બાળકોને  પહેલા ધોરણથી જ પાયાનું જે શિક્ષણ આપવું જોઈએ, તે અપાતું નથી. બીજા ધોરણના વિદ્યાર્થીઓને એકડોય આવડતો ન હોય, અને કક્કો આવડતો ન હોય, ત્યારે પ્રાથમિક શાળાઓને કોમ્પ્યુટરસ ફાળવ્યા પછી પણ પ્રાથમિક શિક્ષણ નબળું રહે તે સ્વાભાવિક છે. હવે રાજ્ય સરકાર પહેલા ધોરણથી જ બાળકોનું પાયાનું શિક્ષણ મજબૂત બનાવવા પ્રયાસો કરશે તેવો દાવો કરાયો છે.

ધોરણ ૧ થી ૪ સુધી બાળકોની પરીક્ષા લેવાય છે, પણ નાપાસ કરવામાં આવતા નથી. આ કારણે પાંચમાં ધોરણમાં પ્રવેશ લેતા અનેક વિદ્યાર્થીઓ શિક્ષણમાં ખૂબ જ નબળા રહી જાય છે. હવે પાંચમા ધોરણથી નાપાસ કરવાની જોગવાઈ થઈ ગઈ છે, જેથી પાંચમા ધોરણમાં અટકી પડતા બાળકોની સંખ્યા પણ વધશે અને ડ્રોપ આઉટ રેસિયો ખૂબ જ વધી જવાની સંભાવના, પણ રહે છે. આ અભ્યાસમાં જોડણીવાળા શબ્દો વાંચી નહીં શકતા વિદ્યાર્થીઓ પણ ૭૦ ટકાથી વધુ હતા, જે ચિંતાજનક છે.

સરકારી તંત્રો હવે એવો દાવો કરી રહ્યા છે. કે નબળા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને વિશેષ પ્રયાસો કરવામાં આવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તા. ૧૧ ફેબ્રુઆરીથી નબળા વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવશે, તેમ પણ જણાવ્યું છે. રાજ્યમાં સ્વયં પ્રાથમિક કક્ષાએથી જ ડ્રોપઆઉટ થયા હોય તેવા શાસકો મોજુદ હોય ત્યારે શિક્ષણ નબળું રહી જાય, તે સ્વાભાવિક હોવાનો કટાક્ષ પણ થવા લાગ્યો છે. સરકારે એપ્રિલ સુધીમાં ધોરણ-૨ ના નબળા બાળકોને કક્કો અને ૧૦૦ એકડા આવડી જશે તેવો દાવો પણ કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription