મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

પતિનો વ્યવસાય બરાબર ન ચાલતા અને સંતાનના લગ્નની ચિંતામાં માતાનો આપઘાત

લાલપુરના ઝાંખરમાં એક ગરાસીયા પરિણીતાએ પતિનો હોટલનો વ્યવસાય ઓછો ચાલતો હોય અને પુત્રો લગ્નલાયક બની ગયા હોય તેની ચિંતામાં ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. જ્યારે કલ્યાણપુરના જુવાનપુરમાં માતાએ કહેલા વેણથી માઠું લગાડી તરૃણે ઝેરી દવા પી મોતને મીઠું કરી લીધું છે.

લાલપુર તાલુકાના ઝાંખર ગામમાં આવેલી જુની સોસાયટી પાસેના એસ્સાર ગેઈટ નજીક વસવાટ કરતા અને ઘર નજીક જ ચાની હોટલ ધરાવતા નવલસિંહ નથુભા જાડેજાના પત્ની વિલાસબા (ઉ.વ. ૪૦) નામના મહિલાએ ગઈકાલે સાંજે પોતાના ઘેર કોઈ ન હતું ત્યારે છતમાં રહેલા હુકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.

આ બાબતની થોડીવાર પછી ઘેર આવેલા પતિ નવલસિંહને જાણ થતા તેઓએ પોલીસને વાકેફ કરી હતી. મેઘપરથી દોડી ગયેલા પોલીસ કાફલાએ મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે ખસેડ્યો હતો. આ મહિલાની આત્મહત્યા પાછળનું કારણ જાણવા પોલીસે હાથ ધરેલી તપાસમાં પતિ નવલસિંહનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ નવલસિંહના પુત્રો વયસ્ક થયા છે, તેઓના લગ્ન કરવાના બાકી છે ત્યારે જ થોડાં સમયથી નવલસિંહની હોટલ ઓછી ચાલતી હોય આગામી સમયમાં શું થશે તેની આશંકાથી મનોમન મુંઝાતા રહેતા પત્ની વિલાસબાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામમાં રહેતા રમેશભાઈ મોહનભાઈ હડીયલ નામના સતવારા પ્રૌઢના સત્તર વર્ષના પુત્ર બિપીને મંગળવારે પોતાની માતાને જમવાનું પીરસવાનું કહ્યા પછી બોલાચાલી થતાં બિપીનને માઠુ લાગી આવ્યું હતું. આ તરૃણે મંગળવારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર માટે ખસેડવામાં આવેલા બિપીનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પિતા રમેશભાઈનું નિવેદન નોંધ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription