મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

  

નિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઈન્ટ મહત્ત્વની સપાટી...!!!

બીએસઈ સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઈ સેન્સેક્સ આગલા બંધ ૩૭૦૬૦.૩૭ સામે ૩૭૦૮૭.૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૬૮૮૩.૮૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૨૦૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૪ પોઈન્ટના ઘટાડા સાથે ૩૬૯૦૬ પોઈન્ટ આસપાસ ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૯૩૨.૬૫ સામે ૧૦૯૧૦.૪૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૦૮૬૬.૬૫ પોઈન્ટના નીચા મથાળા સુધી નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૫૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૫ પોઈન્ટના ઘટડા સાથે ૧૦૮૭૭ પોઈન્ટ આસપાસ ટ્રેડ થતા હતાં ..!!!

સપ્તાહના ચોથા દિવસે ટ્રેડીંગની શરૃઆત સાવચેતી સાથે હતી. ભારત સહિત આખા વિશ્વમાં આર્થિક મંદી આવી રહી હોવાના વિશ્લેષકોના વરતારા, ભારત સરકાર દ્વારા દેશના ઉદ્યોગોને રાહત પૂરી પાડવા માટેના પગલાં જાહેર કરવામાં ઢીલ તથા ભારતીય કંપનીઓના વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના નબળા પરિણામોએ બજારમાં નિરાશા ફેલાવી છે. અમેરિકા-ચીનને લઈને વૈશ્વિક અર્થતંત્રમાં જોવા મળી રહેલી અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારો હાલમાં દિશાહીન બની ગયા છે. સુપર રિચ ટેકસ સંદર્ભમાં વિદેશી રોકાણકારોની ચિંતા હજુ દૂર થઈ નથી. નિફટીએ ૧૧૦૦૦ની માનસિક સપાટી ગુમાવી હતી. સ્મોલ કેપ્સ તથા મિડકેપ્સમાં પણ રોકાણકારો હળવા થઈ રહ્યા છે. સેબીએ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનાવવાની જાહેરાત કરી હતી. માગ ઘટવાની ચિંતાને કારણે એફએમસીજી ક્ષેત્રના સ્ટોકસ પર દબાણ જોવા મળ્યું હતું. ફાર્મા શેરોમાં મિશ્ર પ્રવાહ જોવા મળ્યો હતો. પસંદગીના શેરોમાં રોકાણકારોની નીચા ભાવે લેવાલી રહી હતી. આર્થિક મંદીના ભણકારા વચ્ચે મેટલ શેરો દબાણ હેઠળ સેઈલ, જિંદાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, નેલ્કો નોંધપાત્ર તૂટયા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૭૦ અને વધનારની સંખ્યા ૪૨૫ રહી હતી. ૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૧૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર (૧૦૮૮૦) ઃ આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૮૪૮ પોઈન્ટના પ્રથમ અને ૧૦૮૩૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૦૯૦૯ પોઈન્ટ થી ૧૦૯૧૯ પોઈન્ટ, ૧૦૯૩૦ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૦૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!!

ડિવિસ લેબ (૧૫૩૩) ઃ ફાર્મા ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૧૭ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૫૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૫૫ સુધી તેજી તરફી ધ્યાન...!!!

કોટક બેન્ક (૧૪૯૯) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૮૦ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૪૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૦૯ થી રૂ.૧૫૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

ઁઝ્રન્ ટેકનોલોજી (૧૦૬૩) ઃ રૂ.૧૦૪૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૩૩ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૮૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે....!!!

લ્યુપિન લિમિટેડ (૭૩૧) ઃ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૪૨ થી રૂ.૭૪૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો....!!!

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (૫૨૦) ઃ રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૦૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૩૩ થી રૂ.૫૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!!!

બજારની ભાવિ દિશા.....

મિત્રો, જાહેર ક્ષેત્રની બેન્કોની એસેટ કવોલિટીની ચિંતાને લઈને રોકાણકારોનું માનસ ખરડાયું છે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાના કરાઈ રહેલા દબાણથી પણ બેન્કોની વ્યાજ મારફતની આવક પર દબાણ વધવાની શકયતા રહેલી છે. આવકમાં કોઈપણ ઘટાડો બેન્કોની બેલેન્સશીટસને વધુ ખરડાવશે. વર્તમાન નાણાં વર્ષમાં બેન્કોની ધિરાણ વૃદ્ધિ પણ નબળી રહેવાની શકયતા વ્યકત કરાઈ રહી છે. રિઝર્વ બેન્કની ધિરાણ નીતિ સમીક્ષાની મીનિટ્સ, યુ.એસ.ફેડરલની મીનિટ્સ, ક્રુડ ઓઈલના ભાવ, ડોલર-રૂપિયાની વધઘટ પર નજર રહેશે...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription