મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

 

નિફ્ટી ફ્યુચર ૧૧૭૪૭ પોઈન્ટ મહત્ત્વની સપાટી ...!!!

બીએસઈ સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઈ સેન્સેક્સ આગલા બંધ ૩૮૮૧૧.૩૯ સામે ૩૯૦૭૬.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૮૨૪.૨૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૩૯૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૮૯૦.૧૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૬૯૨.૪૦ સામે ૧૧૭૬૫.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૬૮૨.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૧૦૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૬૯૩.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં જવલંત વિજય અપાવી પૂર્ણ બહુમત સાથે એનડીએ ફરી સત્તા પર આવવાનું સ્પષ્ટ થઈ જતાં ભારતીય બજારોએ ગઇ કાલે આ ઐતિહાસિક વિજયને વધાવી લઈ સેન્સેક્સે ૪૦૦૦૦ની સપાટી કુદાવી અને નિફટી૧૨,૦૦૦ની સપાટી પાર કરીને નવી ઊંચાઈને વિક્રમ સર્જી દીધો હતો.ભાજપ-એનડીએ સરકારના આર્થિક સુધારા, દેશ હિતના કાર્યોને વધાવી લેતો બહુમત આપતો વિજય અપાવ્યા સાથે ભારતીય શેર બજારોમાં પાછલા દિવસોમાં રોજબરોજ નવા વિક્રમો સર્જયા બાદ ચૂંટણીના અંતિમ દિવસોમાં કરેકશન જોવાયું હતું. ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે શેરબજારમાં પણ ભારે વોલેટાલિટી જોવા મળી હતી.સપ્તાહના અંતિમ દિવસે ટ્રેડીંગની શરૂઆત સાવચેતી સાથે જોવા  મળી હતી. ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ નરમાઈ જોવા મળી હતી. નવી ઊંચાઈનો વિક્રમ સર્જયા બાદ વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે ફંડોનું  પ્રોફિટ બુકિંગ થતાં એફએમસીજી, ઓઈલ-ગેસ, મેટલ-માઈનીંગ, આઈટી-સોફટવેર સર્વિસિઝ, ઓટો શેરોમાં નરમાઈ જોવા મળી હતી.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૬૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૫૫ અને વધનારની સંખ્યા ૧૦૬૧ રહી હતી. ૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો ૭૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર ( ૧૧૬૯૫ ) ઃ આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૬૩૩ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૬૧૬ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૭૧૭ પોઈન્ટ થી ૧૧૭૩૦ પોઈન્ટ, ૧૧૭૪૭ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૭૪૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!!

જેન્સર ટેકનોલોજી ( ૨૪૬ ) ઃ ટેકનોલોજી ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૩ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૃા. ૨૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૬૩ થી રૂ.૨૭૭ સુધી તેજી તરફી ધ્યાન...!!!

પેટ્રોનેટ ( ૨૪૨ ) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૨૨૭ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ..!!! રૂ. ૨૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૫૭ થી રૂ. ૨૬૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

એપોલો ટાયર ( ૧૮૫ ) ઃ રૂ. ૧૭૧ નો પ્રથમ તેમજ રૂ.૧૬૦ ના બીજા સપોર્ટથી ઓટો સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૭ થી રૂ.૨૦૩  સુધીની તેજી તરફી રુખ નોધાવશે....!!!

ડેલ્ટા કોર્પ ( ૧૭૮ ) ઃ કોમર્શિયલ સર્વિસ નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૨ થી રૂ.૧૯૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૫૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો....!!!

સ્પાઇસ જેટ ( ૧૩૫ ) ઃ રૃા. ૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાઇનાન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૪ થી રૂ.૧૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!!!

બજારની ભાવિ દિશા.....

મિત્રો, શેરબજારમાં તાજેતરમાં ઉદ્ભવેલ તેજીથી હરખાવાની જરૂર નથી.બજારને ગમે ત્યારે આંચકો આવી શકે છે. આમ, રોકાણકારોએ તો તેજીને પચાવીને સાવચેતીનું વલણ અપનાવવું હિતાવહ રૂપ પુરવાર થશે.નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી આ ટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા છે. ચૂંટણીના રિઝલ્ટ બાદ પ્રારંભિક પ્રતિક્રિયા બાદ બજારમાં કોન્સોલિડેશન ચાલુ રહેવાની ધારણા છે.આમ,બજારમાં હાલ સાવચેતીપૂર્વક કામકાજ કરવા હિતાવહરૂપ પૂરવાર થશે....!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription