લાખાબાવળની જમીનના વ્યવહારની વેંચાણ નોંધ નામંજુર

જામનગર તા. ૮ઃ જામનગર તાલુકાના લાખાબાવળમાં રે.સ.નં. ૪પ૧ માં આવેલી આણંદ લાલજી શાહની જમીન તેઓના વારસના કુલમુખત્યાર પાસેની ભુદરલાલ નાનજી ગઢિયાએ વેંચાણ દસ્તાવેજથી ખરીદી હતી. તે જમીન કૌટુંબિક વહેંચાણ પછી પંકજ પ્રેમચંદ ચંદરિયા વગેરેના નામે રેવન્યુ દફ્તરે નોંધાઈ હતી. તે વહેંચાણ-વારસાઈ નોંધ રદ કરાવવા કાર્યવાહી કરાયા પછી વેંચાણ નોંધ રજૂ કરવામાં આવતા નામંજુર થઈ હતી.

આથી ગ્રામ્યના પ્રાંત અધિકારી સમક્ષ અપીલ થઈ હતી. જેમાં વેંચાણ નોંધ પ્રમાણિત થયા પછી ગ્રામ્ય મામલતદારે ટૂકડા અધિનિયમ હેઠળ દરખાસ્ત થતા પ્રાંત અધિકારીએ વેંચાણ વ્યવહારમાં કાયદાકીય જોગવાઈનો ભંગ થતો હોવાનું માન્ય રાખી કલમ નવ હેઠળ નોટીસ ઈસ્યુ કર્યા પછી મામલતદારનો નોંધ નામંજુર કરવાનો હુકમ માન્ય રાખ્યો છે. જમીન માલિક તરફથી વકીલ જયેશ કારસારિયા રોકાયા હતાં.

close
Nobat Subscription