ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

જામનગર જિલ્લા જાહેર આરોગ્ય સમિતિની બેઠક સંપન્ન

જામનગર તા. ૧૪ઃ જામનગર જિલ્લા જાહેર આરોગ્ય સમિતિની બેઠક ચેરપર્સન શ્રીમતી રેખાબેન અરવિદભાઈ ગજેરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વાહકજન્ય તેમજ પાણીજન્ય રોગચાળા અટકાયત માટે ચર્ચા થયેલ તેમજ હાલમાં ચાલી રહેલા મિઝલ્સ-રૃબેલા રસીકરણ અભિયાનની કામગીરી ૧૦૦% પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ હાલમાં ચાલતા મેળાઓ અને ધાર્મિક ઉત્સવોમાં રોગચાળો ન ફેલાય તે માટે ગંદકી દુર કરવા પગલા લેવા, જાહેર સ્થળોની સ્વચ્છતા રાખવા ચેરપર્સન શ્રીમતી રેખાબેન અરવિંદભાઈ ગજેરા તરફથી સુચન કરવામાં આવ્યું હતું. તેમજ તે અનુસંધાને ભોળેશ્વર મેળો તથા ભુચરમોરી ધ્રોલના મેળામાં ચેરપર્સન શ્રીમતી રેખાબેન અરવિંદભાઈ ગજેરા દ્વારા આરોગ્ય તંત્રને સાથે રાખી મુલાકાત લઈ અખાદ્ય, વાસી, પદાર્થોનો નિકાલ કરાવેલ. તેમજ પીવાના પાણીની શુદ્ધતા ચકાસેલ અને તંત્રને આ કામગીર ઘનિષ્ઠ બનાવવા સુચન કર્યું હતું.

આ મિટીંગમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.જે.પંડ્યા તથા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ હાજર રહેલ તેમજ તમામ સૂચનોનો અમલ કરવા તંત્રને સુચના આપવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription