ગુજરાત કોંગ્રેસની બેઠકમાં અલ્પેશ ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ તથા ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સહિતના ૧૧ જેટલા ધારાસભ્યો રહ્યા ગેરહાજર / રાહુલ ગાંધી અમેઠી સિવાય નાંદેડ અથવા તો મધ્યપ્રદેશની એક સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે તેવી સંભાવનાઓ / અમેરીકામાં વાવાઝોડું મરણતોલ બન્યુંઃ ૧૦ થી વધુના નિપજ્યાં મૃત્યુઃ આજે પૂર તથા ભારે વરસાદની કરાતી આગાહી / આઈસીસી એવોર્ડ્સમાં કોહલીનો દબદબોઃ એક સાથે ત્રણ-ત્રણ એવોર્ડ જીતનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર

જામનગરમાં ઉત્સાહપૂર્વક અને સુરક્ષા વ્યવસ્થા સાથે થશે ગણપતિ વિસર્જન

જામનગર તા. ૧૪ઃ જામનગરમાં ગણેશોત્સવ ઉજવાઈ રહ્યા છે, ત્યારે એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરી.ટ્રસ્ટ દ્વારા વહીવટીતંત્ર સાથે બેઠક દરમિયાન ગણપતિ વિસર્જન માટે જરૃરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

જામનગર શહેરમાં જાહેર તેમજ ખાનગી સ્થળો ઉપર ૫૦૦ થી પણ વધુ ગણપતિ મહોત્સવની ઉજવણી થાય છે. જે તમામ ગણપતિ મંડળો વતી સફાઈ-લાઈટ-પાણી ટ્રાફીક વ્યવસ્થા અને ગણપતિ વિસર્જન અંગેના પ્રશ્નોને લઈને એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રજુઆત કરાઈ હતી. જે રજુઆતને ધ્યાને લઈને મ્યુનિ.કમિશ્નર તેમજ જિલ્લા ૫ોલીસવડા સાથે બેઠક યોજાઈ હતી જેમાં જામનગર શહેરમાં ભારે ઉત્સાહપૂર્વક અને સુરક્ષા વ્યવસ્થા સાથે ઉજવણી થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ ગોઠવવાની વહીવટીતંત્ર દ્વારા સહમતિ દર્શાવી હતી. આ ઉપરાંત ગણપતિ વિસર્જન અંગે સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવે તે બાબતની પણ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.

જામનગર શહેરમા મોટાપાયે અને ભારે ધામધુમપૂર્વક ગણપતિ ઉત્સવ ઉજવાય છે. તેના ભાગરૃપે જામનગરના હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્ધારા તાજેતરમાં ગણપતિ મંડળોના તમામ હોદ્દેદારોની એક મિટીંગ બોલાવાઈ હતી. જેમાં સફાઈ-લાઈટ-પાણી ગણપતિ વિસર્જનની પ્રક્રિયા અંગેના અનેક સૂચનો આવ્યા હતા. જે તમામ સૂચનોને ધ્યાને લઈને એચ.જે.લાલ ટ્રસ્ટના જીતેન્દ્ર એચ. લાલ (જીતુલાલ) દ્વારા જામનગર જિલ્લા પોલીસવડા અને મ્યુનિ કમિશ્નર સમક્ષ વિવિધ મુદ્દાઓ સાથે લેખિત રજુઆત કરાઈ હતી.

જે રજુઆતને લઈને મ્યુનિ. કમિશ્નર આર.બી.બારડ, શહેરના શેરી, ગલ્લા, ચોક મહોલ્લા, સહિતના વિસ્તારમાં ગણપતિ સ્થાપન તેમજ મહોત્સવની સારી રીતે ઉજવણી થાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા જરૃરી તમામ સુવિધા પુરી પાડવા સહમતિ દર્શાવાઈ હતી. આ ઉપરાંત જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ સાથે ગણપતિ મહોત્સવ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસ વડા દ્વારા સમગ્ર મહોત્સવ દરમ્યાન પુરતો પોલીસ બંદોબસ્ત અને કડક સુરક્ષા વ્યવસ્થા તેમજ ટ્રાફિક બંદોબસ્ત જળવાઈ રહે તે સમગ્ર બાબતે પોલીસ વિભાગ તરફથી સંપૂર્ણપણે સહકાર રહેશે તેવી સહમતિ દર્શાવાઈ હતી.

આ ઉપરાંત ગણપતિ વિસર્જનની પ્રક્રિયા માટે સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈનને અનુસરીને તેમજ સર્વ ગણપતિ મંડળોની આસ્થા ભાવના જળવાઈ રહે તે માટે જામનગર જિલ્લા સમાકર્તા રવિશંકર સાથે પણ બેઠક યોજાઈ છે અને વિસર્જનની પ્રક્રિયા પણ સરળતાથી થાય તે બાબતે જરૃરી પરામર્શ ચાલી રહ્યો છે, અને નજીકના ભવિષ્યમાં પણ તે અંગેની વ્યવસ્થા ગોઠવી લેવાનો આશાવાદ વ્યક્ત કરાયો હતો.

એચ.જે.લાલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલે તમામ વહીવટી અધિકારીઓ સાથે સર્વે ગણપતિ મંડળોવતી રજુઆત કરી હતી જેનો તમામ વહીવટી અધિકારી દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળેલ હતો જેથી તમામ વહીવટી અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00