કેટરર્સની મજુરીના પૈસાની ઉઘરાણી બાબતે મહિલાઓ પર કરાયો હુમલો

જામનગર તા. ૨ઃ જામનગરમાં કેટરર્સનો વ્યવસાય કરતા એક શખ્સે બાકી પૈસાની ઉઘરાણી કરવા આવેલા મહિલાઓ પર હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે જ્યારે બાઈક અડી જવાના મુદ્દે જામજોધપુરમાં એક વિદ્યાર્થીને પિતા-પુત્રએ માર મારી ધમકી આપી છે.

જામનગરના મચ્છર નગરમાં રહેતા અશોક રવજીભાઈ ઢા૫ા સાથે પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં વસવાટ કરતા કમળાબેન વિરમભાઈ ચાંચીયા તથા અન્ય મહિલાઓએ અગાઉ કેટરર્સનું કામ કર્યું હતું. તેના પૈસા લેવાના બાકી હોય ગઈકાલે કમળાબેન, મધુબેન, કાજલબેન તથા હર્ષાબેન ઉઘરાણી કરવા માટે અશોકના ઘેર આવ્યા હતાં. આ વેળાએ બોલાચાલી થતા અશોકે કમળાબેનને ફડાકો માર્યો હતો અને મધુબેન તથા કાજલબેનના હાથ પકડી મધુબેનને પછાડ્યા હતાં અને હર્ષાબેનના ખંભા પકડી નિર્લજ્જ હુમલો કર્યો હતો. જેની કમળાબેને સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

જામજોધપુરના કૈલાશનગરમાં રહેતા વિદ્યાર્થી મોહીત મુકેશભાઈ ગોહિલ શનિવારે સાંજે પોતાનું મોટરસાયકલ લઈને જતા હતાં ત્યારે ડબલ સવારીમાં આવેલું એક મોટર સાયકલ અચાનક તેની સાઈડમાંથી બહાર નીકળી ઊભું રહી જતા મોહીતનું વાહન તેની સાથે અથડાઈ પડ્યું હતું. આથી ઊભા રહી ગયેલા બાઈકના ચાલક સાહીલ રફીકભાઈ બ્લોચ તેમના તેના પિતા રફીકભાઈએ ગાળો ભાંડી ફડાકો ઝીંક્યો હતો. તે પછી મોહીતના ઘેર જઈ આ પિતા-પુત્રએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription