ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

ગુજરાતમાં આર.ટી.ઓ.ની ૧૬ ચેકપોસ્ટ બની શકે ભૂતકાળઃ ઓનલાઈન દંડની વસૂલાત

અમદાવાદ તા. ૧૧ઃ ગુજરાતમાં તમામ ૧૬ આર.ટી.ઓ. ચેકપોસ્ટ કદાચ ભૂતકાળ બની શકે છે. રાજ્ય સરકાર દંડની ઓનલાઈન વસૂલાતની સંભાવનાઓ ચકાસી રહી છે અને ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત થઈ શકે છે.

રાજ્ય સરકાર તેની વાહન-વ્યવહારની કચેરીઓમાં નવા નિયમો અમલી બનાવવા જઈ રહી છે. જેની જાહેરાત ખુદ મુખ્યમંત્રી આવતા સપ્તાહે કરશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળે છે. ગુજરાતમાં હાઈ-વે પર ભારે વાહનોની થતી ગેરરીતિ અને નિયમોના ભંગ બદલ દંડની વસૂલાત માટે ૧૬ જેટલી આરટીઓ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. આ ચેકપોસ્ટ નાબૂદ કરવા વાહન-વ્યવહાર વિભાગ સક્રિયપણે આગળ વધી રહ્યું છે.

ચેકપોસ્ટ પર થતી ગેરરીતિ અટકાવવા તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવનાર છે. વાહનમાલિકો ટેક્સ, ઓવરલોડ, દંડની રકમ ઓનલાઈન ભરે  અને વાહન સાથે પાવતી રાખે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઓનલાઈન દંડ નહીં ભરનાર પાસે ૧૦ ગણો દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવશે. તો પ્રામાણિક અધિકારીઓની એક ફલાઈન સ્ક્વોર્ડ રચવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. ચેકપોસ્ટના સ્થાને સરકારી તંત્રો ડિજિટલ ચેકીંગ કરશે. રાજ્યમાં ૧૬ મી સપ્ટેમ્બરથી વાહન-વ્યવહારનો નવો કાયદો અમલી બનશે. આ કાયદાની કડક અમલવારી પાછળ રાજ્યમાં થતા અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો છે અને કાયદાની કડક અમલવારી માટે તંત્ર તૈયાર છે. ભારત સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં ૪૦૦ જેટલા સુધારા દાખલ કર્યા છે તે પૈકીના ર૧પ જેટલા સુધારા ગુજરાતમાં અમલી બનવા જઈ રહ્યા છે. ૪૦૦ સુધારામાંથી ર૪ કલમો વાહનચાલકો, વાહન ઉત્પાદકો, ટ્રાન્સપોર્ટર, સરકારી અધિકારીઓની વિરૃદ્ધ દંડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે.

તમામ કાયદાનો એક સમાન રીતે લાગુ કરવાની તૈયારી રાજ્ય સરકારે શરૃ કરી છે. આ નવા કાયદાની અમલીવારીને લઈને મેરેથોન બેઠકો યોજવામાં આવી હતી. આ જાહેરાનામાની અમલવારી કરવામાં સામાન્ય નાગરિકોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. નવા નિયમો માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. એક વ્યક્તિ એકથી વધુ વખત ગુનો કરે તેની સાબિતી કરવી ખૂબ અઘરી છે, પરંતુ ધીમે ધીમે વિવિધ સુધારાઓ દાખલ કરવામાં આવનાર છે. ૧૬ મી સપ્ટેમ્બરથી નવા કાયદાની અમલવારીમાં મુખ્ય ઉદ્દેશ્ય રોડ ઉપર સલામતી જાળવવા અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને નિર્દોષ નાગરિકોના મહામુલા જીવન બચાવવાનો અભિગમ રાખવામાં આવ્યો છે. ટ્રાફિકને લગતા ગુનાઓને નિયંત્રિત કરવા માટે વિવિધ બાબતોનું ડિજિટલાઈઝેશન ઓટોમેટેડ ડેટા અપડેટ વગેરે  બાબતોને આવરી લેવામાં આવી છે. વાહનમાલિક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજ રજૂ કરે તો પોલીસ અને આરટીઓ આ દસ્તાવેજ માન્ય રાખવાના રહેશે તેમ સૂત્રો જણાવે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription