નગરમાં સાત નવા મદદનીશ સરકારી વકીલની નિમણૂક

જામનગર તા. ૧૧ઃ જામનગરના ન્યાયાલયમાં સાત નવા મદદનીશ સરકારી વકીલની નિમણૂકના ઓર્ડર કરવામાં આવ્યાં છે. જ્યારે છ સરકારી વકીલની સેવાઓ સમાપ્ત થઈ છે.

જામનગરના ન્યાયાલયમાં એડી. પી. પી. (મદદનીશ સરકારી વકીલ)ની ફરજ બજાવતા કોમલબેન એચ. ભટ્ટ, ધવલ ડી. વજાણી, અજય વી. પટેલ, વિજયસિંહ જે. રાઠોડ તેમજ ખંભાળિયા સેશન્સ કોર્ટના એડી. પી.પી. કે.સી. દવે, કે.ડી. વડગામા તેમજ રાજેશ એ. મહેતા અને ભાવિન એચ. અનડકટ, લાખાભાઈ આર. ચાવડા, સહિતના નવની નિમણૂક માટે રાજ્ય સરકારના કાયદા વિભાગે પેનલ મંગાવી હતી,

જેમાંના ૧ થી ૬ એડી. પી. પી.ની સેવા સમાપ્ત કરવામાં આવી છે. જ્યારે રાજેશ મહેતાએ રાજીનામું આપ્યું છે, ભાવિન અનડકટ હાજર થયાં નથી અને લાખાભાઈ ચાવડાની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા સરકારી વકીલ તરીકે નિમણૂક થઈ છે.

આથી ઉપરોક્ત નવ જગ્યાઓ સામે હાલમાં જામનગર જિલ્લામાં મદદનીશ સરકારી વકીલ તરીકે શંકરલાલ આર. દેવાણી, હેમેન્દ્ર બી. મહેતા, હિતેષ કે. સવજાણી, સંદીપ એ. પટેલ, રાજેશ કે. વશીયર, દિપક આર. ત્રિવેદી તથા ભારતીબેન વી. વાદીની નિમણૂક કરવામાં આવી છે. તેઓઓ પોતાનો ચાર્જ સંભાળ્યો છે.

close
Nobat Subscription