પૂર્વ બિગબોસ ફેન તથા અભિનેતા એઝાઝ ખાન વિરૃદ્ધ અમદાવાદમાં સાઈબર ક્રામમાં નોંધાવાઈ ફરીયાદઃ ટીકટોક પર એક વિવાદીત વિડીયો અપલોડ કરવાના કારણે મુકાયા મુશ્કેલીમાં / બિહારમાં ગૌતસ્કરીની શંકા કરી ત્રણ યુવકોની ઢોર માર મારી કરાઈ હત્યા / યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવોઃ અમેરિકન સબમરીને હોરમુજની ખાડીમાં ઈરાની ડ્રોનને તોડી પાડયું / કુલભુષણ મામલે જો પાકિસ્તાન અળવિતરાઈ કરશે તો ભારતે તૈયાર કર્યાે પ્લાન બી

જામખંભાળીયાઃ આરાધનાધામ નજીક આવેલા સિંહણ ડેમમાં કોઈ કેમિકલ નાખી જતાં પાણી દુર્ગંધયુક્ત બન્યું

ખંભાળીયા તા. ૧૪ઃ સિંહણ ડેમ જે આરાધનાધામ પાસે જામનગર રોડ પર આવેલો છે. આ વર્ષે ઓવરફ્લો થયો હતો પરંતુ કોઈ અસામાજિક તત્ત્વોને આ ગમ્યું ન હોય તેમ આ ડેમની પાછળ સિંહણથી સામપર નાગડા જતાં રસ્તા પર મોટા પ્રમાણમાં કેમિકલ નાખી જતાં ડેમનું પાણી ઢોર મરી ગયું હોય તેવી દુર્ગંધવાળું તથા લીલું થઈ જતાં અને ક્ષારયુક્ત બની જતાં ભારે ચર્ચા જાગી છે.

આ સિંહણ ડેમ ખંભાળીયા તાલુકામાં સિંચાઈના ઉપયોગમાં લેવાય છે, પણ સાથોસાથ ખંભાળીયા તાલુકાના સલાયા નગરપાલિકાને પણ પીવા માટે અપાય છે. વાડીનાર-કંડલા પોર્ટ ટ્રસ્ટના પરિવારો પણ આ જ પાણી પીવે છે. તેમાં કોઈ કેમિકલ ઠાલવી જતાં ભારે ચકચાર જાગી છે.

અડધો ડેમ પ્રદુષિત, ભયંકર દુર્ગંધયુક્ત પાણી

રામપર નાગડા રોડ પર આવેલા સિંહણ ડેમમાં છેવાડાના વિસ્તારમાં આ પ્રદુષિત કેમિકલ કોઈ નાખી જતાં પાણીમાં ફેલાયેલ પ્રદુષણ એટલું વ્યાપક થયું છે કે ૪૦ ટકા ઉપરાંત ડેમનું પાણી આવું થઈ ગયું છે. એમ પણ મનાય છે કે કોઈ ઝેરી કેમિકલવાળું ટેન્કર ડેમમાં ધોવા માટે આવ્યું હોય અને તેમાં વધેલું પ્રવાહી નાખી ગયું હોય તો પણ આ ઘટના બની શકે. આ પાણી પીવાના ઉપયોગમાં લેવાય તો મોટી પરેશાની થશે.

જિલ્લા વિકાસ અધિકારીએ તંત્રને દોડાવ્યું

આ બનાવ અંગે ખંભાળીયા નજીના આરાધના ધામના મેનેજર સુધીરભાઈ પંડ્યાને ગઈકાલે જાણ થતાં તેમણે જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલને જાણ કરતા રાવલે તંત્રને દોડાવ્યું છે તથા સિંચાઈના કાર્યપાલક ઈજનેરની આગેવાની હેઠળ ટીમ સર્વે માટે ગઈ છે. પાણીના સેમ્પલ લઈને તેમાં કયું કેમિકલ નખાયું છે તેનું ટેસ્ટીંગ કરવા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જિલ્લાના તમામ ડેમોમાંથી એકજ ડેમ ઓવરફ્લો થયો તેમાં આવી રીતે કેમિકલ નખાતા ભારે રોષની લાગણી ફેલાઈ છે તથા જવાબદારોને શોધી પગલાં ભરવાની પણ માંગ થઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription