ખંભાળીયાની એસ.બી.આઈ.ના એ.ટી.એમ. કે બેંકમાંથી નાણાં નહીં ઉપડતા આક્રોશ

ખંભાળીયા તા. ૧૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયાની મેઈન બ્રાંચમાં ખાતા ધરાવતા ગ્રાહકોને  ખૂબજ કડવો અનુભવ થતાં હેડ ઓફિસ તથા આર.બી.આઈ.માં ફરિયાદ કરાઈ છે.

ખંભાળીયા કોળી સેનાના કાર્યકર દર્શન સનુરાનું ખાતું આ બેંકમાં હોય એ.ટી.એમ.માંથી પૈસા ન નીકળતા તેઓ બેંકમાં ગયા હતા તથા ફરિયાદ કરતા બે દિવસમાં ઉકેલ આવી જશે તેમ જણાવેલ પણ પાંચ દિવસ સુધી ઉકેલ ન આવતા તઓ બેંકમાં રૃબરૃ ગયા હતા. ત્યાં પણ ફોર્મ ભરીને પણ પૈસા ન ઉપડતા આ બાબતે મેનેજરને ફરિયાદ કરી હતી છતાં ઉકેલ ન આવતા બેંકની હેડ ઓફિસ તથા આર.બી.આઈ.ને ફરિયાદ કરાઈ છે.

બેંકમાં જમા રકમ હોવા છતાં પણ એ.ટી.એમ. ના ચાલતું તથા બેંકમાંથી પૈસા ન ઉપડતા ભારે રોષની લાગણી ફેલાઈ છે. ગ્રાહક દ્વારા એ.ટી.એમ. અને પાસબુક જમા કરવા રજુઆત કરાઈ છે. તથા ઉચ્ચકક્ષાએ ફરિયાદ પણ કરાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription