ગુજરાત કોંગ્રેસની બેઠકમાં અલ્પેશ ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ તથા ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સહિતના ૧૧ જેટલા ધારાસભ્યો રહ્યા ગેરહાજર / રાહુલ ગાંધી અમેઠી સિવાય નાંદેડ અથવા તો મધ્યપ્રદેશની એક સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે તેવી સંભાવનાઓ / અમેરીકામાં વાવાઝોડું મરણતોલ બન્યુંઃ ૧૦ થી વધુના નિપજ્યાં મૃત્યુઃ આજે પૂર તથા ભારે વરસાદની કરાતી આગાહી / આઈસીસી એવોર્ડ્સમાં કોહલીનો દબદબોઃ એક સાથે ત્રણ-ત્રણ એવોર્ડ જીતનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર

ભીનો તેમજ સૂકો કચરો ડોર-ટુ-ડોર વાહનમાં જ નાંખવા નગરજનોને તાકીદ

જામનગર તા. ૧૪ઃ જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં શહેરના નાગરિકોના આરોગ્યની સુખાકારી તથા તંદુરસ્તી અને સ્વચ્છતા હેતુ માટે વાણીજિક અને રહેણાંક ઘરેલુ ઉત્પન્ન થતા કચરાનું યોગ્ય નિકાલ માટે તથા સરકારના સંપૂર્ણ સ્વચ્છ ભારત અભિયાન સાર્થક બને તે હેતુસર જામનગર શહેરમાં કચરો ઉત્પન્ન કરનાર તથા તમામ મિલકતધારકો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૃલ્સની અમલવારી મ્યુનિસિપલ કમિશનર દ્વારા અમલવારી કરવા હેતુ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જેમાં જણાવ્યા મુજબ તમામ આસામીઓએ ભીનો તથા સૂકો કચરો અલગ અલગ વર્ગીકૃત કરવાનો રહેશે અને મહાનગરપાલિકાના ડોર-ટુ-ડોર વાહનમાં જ અલગ અલગ આપવાનો રહેશે.

બાંધકામ અને પાડતોડનો કચરો (કેરણ) પોતાની માલિકીની જગ્યામાં સંગ્રહ કરવાનો રહેશે અને સ્વખર્ચે ડમ્પીંગ સાઈટમાં નિકાલ કરવાનો રહેશે.

બગાયત, ખેતી સંબંધિત બગીચાનો વેસ્ટ પોતાની માલિકીની જગ્યામાં અલગથી સંગ્રહ કરવાનો રહેશે, અને ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાં ભીના કચરા સાથે આપવાનો રહેશે.

ઉત્પન્ન થયેલ કચરો રોડ, રસ્તા કે શેરીમાં ઘરની બહાર ખુલ્લામાં, ગટરમાં, કેનાલમાં, નદી, તળાવમાં કચરો ફેંકવો નહીં કે બાળવો નહીં. ૧૦૦ કે તેથી વધુ વ્યક્તિઓના સમૂહ એકત્ર થવાનું હોય તેવા જાહેર કે ખાનગીમાં કોઈ પ્રકારનો કાર્યક્રમ યોજાય તો ત્રણ દિવસ પહેલા સોલીડ વેસ્ટ શાખામાંથી મંજુરી મેળવવાની રહેશે.

શેરી વિક્રેતાએ પોતાની કામગીરી દરમિયાન ઉત્પન્ન થયેલ કચરો જેમ કે ખોરાક, ડીસ્૫ોસેબલ કપ, પ્લેટ, રેપર્સ, નાળિયેરના છીલકા, શાકભાજી ફળો વગેરે સૂકા-ભીના માટે અલગ ડસ્ટબીનની વ્યવસ્થા કરવાની રહેશે અને મહાપાલિકાના વાહનમાં આપવાનો રહેશે. સોલીડ વેસ્ટ રૃલ્સ મેનેજમેન્ટના નિયમનું જાહેરનામું પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ૦૦૦ ચો.મી. કે તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતા રહેણાંક વિસ્તાર કોમર્શિયલ વિસ્તાર, ઔદ્યોગિક વિસ્તાર તેમજ હાઉસીંગ કોલોની, માર્કેટીંગ એસોસિએશન તેમજ હોટલ, રેસ્ટોરન્ટ, જ્ઞાતિ, સમાજની વાડી વગેરેએ લોકભાગીદારીથી કચરાને વર્ગિકૃત કરવા અને તે કચરાને અલગ-અલગ પાણીમાં સંગ્રહ કરવા તથા સૂકા કચરાને રિસાયકટને આપવાનો રહેશે.

આ જાહેર નોટીસનું ઉલ્લંઘન કરનાર સામે જીપીએમસીની કલમ હેઠળ તથા અન્ય જોગવાઈ હેઠળ પગલાં લેવાના રહેશે અને જરૃર જણાયે સીઆરપીસીની કલમ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00