ગુજરાત કોંગ્રેસની બેઠકમાં અલ્પેશ ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ તથા ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સહિતના ૧૧ જેટલા ધારાસભ્યો રહ્યા ગેરહાજર / રાહુલ ગાંધી અમેઠી સિવાય નાંદેડ અથવા તો મધ્યપ્રદેશની એક સીટ પરથી લોકસભા ચૂંટણી લડી શકે તેવી સંભાવનાઓ / અમેરીકામાં વાવાઝોડું મરણતોલ બન્યુંઃ ૧૦ થી વધુના નિપજ્યાં મૃત્યુઃ આજે પૂર તથા ભારે વરસાદની કરાતી આગાહી / આઈસીસી એવોર્ડ્સમાં કોહલીનો દબદબોઃ એક સાથે ત્રણ-ત્રણ એવોર્ડ જીતનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર

પેટ્રોલ ર૮ પૈસા વધીને ૮૦.૪૧ અને ડીઝલ ર૩ પૈસા વધીને ૭૮.૬પ એ પહોંચ્યું

 

જામનગર તા. ૧૪ઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સતત ચાલુ રહ્યો છે. છેલ્લા અનેક દિવસથી ભાવમાં એક પણ પૈસાનો ઘટાડો થયો નથી. આજે પણ પેટ્રોલમાં ર૮ પૈસા અને ડીઝલમાં ર૩ પૈસાનો વધારો થયો છે.

એક તરફ ભારતીય રૃપિયો ડોલર સામે તૂટી રહ્યો છે ત્યારે બીજી તરફ સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ સતત વધી રહ્યો છે. આમ ભારતીય લોકોને બન્ને તરફ નુક્સાન સહન કરવું પડે છે. આજે પણ પેટ્રોલના ભાવમાં ર૮ પૈસા વધારો થતા નવો ભાવ પ્રતિલીટર રૃા. ૮૦.૪૧ નો થયો છે. તો ડીઝલના ભાવમાં ર૩ પૈસાનો વધારો થતા નવો ભાવ પ્રતિલીટર રૃા. ૭૮.૬પ નો થયો છે. આમ બન્નેના ભાવમાં હવે રૃા. ૧.૭૬ નો તફવાત જ બાકી રહ્યો છે.

ગત્ શુક્રવારે પેટ્રોલનો ભાવ રૃા. ૭૯.૧૪ નો હતો જ્યારે ડીઝનલ ભાવ રૃા. ૭૭.૩૩ નો હતો એટલે કે, એક અઠવાડિયામાં પેટ્રોલમાં રૃા. ૧.ર૭ અને ડીઝલમાં રૃા. ૧.૩ર નો ભાવ વધારો થઈ ચૂક્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00