ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

બિહાર, બંગાળ અને નોર્થ ઈસ્ટમાં પ.પ ની તિવ્રતાના ભૂકંપના આંચકા

નવી દિલ્હી તા. ૧રઃ આજે નોર્થ ઈસ્ટ અને બિહાર-બંગાળના વિસ્તારોમાં પ.પ ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિન્દુ બાંગ્લાદેશના રંગપુરમાં હોવાનું જાહેર થયું છે.

બિહાર, પશ્ચિમ બંગાળ સહિત દેશના પૂર્વોત્તર રાજ્યોમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બિહારના કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા હતાં. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર પ.પ નોંધવામાં આવી છે.

આજે સવારે જ હરિયાણાના ઝઝ્ઝરમાં પણ ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા જમ્મુ-કાશ્મીર સુધી અનુભવાયા હતાં. આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ પાડોશી દેશ બાંગ્લાદેશના રંગપુરમાં હતું.  ભૂકંપ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૃણાચલ પ્રદેશ અને આસામમાં અનુભવાયો છે. ભૂકંપ આવ્યા પછી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ ફેલાયો છે. લોકો પોતપોતાના ઘરોમાંથી બહાર સુરક્ષિત સ્થાનો પર દોડી આવ્યા છે.

પશ્ચિમ બંગાળ, આસામ, અરૃણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ અને સિક્કિમ, બિહારના કિશનગંજ, પૂર્ણિયા અને કટિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. આ ઉપરાંત કૂચબિહાર, દાર્જીલીંગ, જલપાઈ ગુડીમાં ભૂકંપ અનુભવાયો હોવાના અહેવાલો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00