વિમા કંપનીના માન્ય અધિકારીઓના બદલે રોજમદારો દ્વારા સર્વેઃ આક્રોશ

જામનગર તા. ૮ઃ લાલપુરના મુરીલા ગામમાં ચાલતી સર્વે કામગીરી ઉપર કોંગ્રેસ કિસાન સંઘ દ્વારા જનતા રેઈડ પાડવામાં આવી હતી. સર્વે કામગીરી અધિકારીઓના બદલે રોજમદાર કર્મચારી દ્વારા કરવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

ખેડૂતોને થયેલા નુકસાન અંગે સર્વે કામગીરી ચાલી રહી છે. વિમા કંપની મારફત થતી આ કામગીરીમાં માન્ય અધિકારીઓના બદલે રોજમદાર યુવાનો દ્વારા થતી હોવાનું કોંગ્રેસ કિસાન સંઘની જનતા રેઈડમાં પ્રકાશમાં આવ્યું હતું. એક ખેડૂતનો મગફળીનો તમામ પાક નિષ્ફળ ગયો હતો. તો સર્વેમાં તેમનું ૨૦ ટકા નુકસાન બતાવવામાં આવ્યું હતું. આમ ખોટી રીતે થતા સર્વે સામે આક્રોશ ફેલાયો છે.

close
Nobat Subscription