જામનગર તા. ૧૨ઃ લાલપુરના કાનાલુસ ગામના એક વૃદ્ધ પંદરેક દિવસ પહેલાં ગુમ થઈ જતા તેમના ભત્રીજાએ પોલીસને જાણ કરી છે.
લાલ૫ુર તાલુકાના કાનાલુસ ગામમાં કેટલાક સમયથી એકલા રહેતા રવજીભાઈ મેઘજીભાઈ ગોહિલ નામના ૬૫ વર્ષના પુરબીયા રજપૂત વૃદ્ધ પંદરેક દિવસ પહેલાં પોતાના રહેણાકના સ્થળેથી ક્યાંક ચાલ્યા ગયેલ હતાં. તેઓની શોધ કરવા છતાં મળી આવ્યા નથી. આ વૃદ્ધના કૌટુંબિક ભત્રીજા ગુલાબસંગ રામસંગ ગોહિલે પોતાના કાકા ગુમ થયાની પોલીસને જાણ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા વૃદ્ધના માથા તથા દાઢીમાં સફેદ વાળ છે, મ્હોંમાં દાત નથી ઉપરાંત તેઓએ છેલ્લે પેન્ટ-શર્ટ ધારણ કરેલા હતાં. આ વૃદ્ધ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ મેઘપર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.