જાપાનનમાં હગિબીસ નામના ૬૦ વર્ષના સૌથી શક્તિ વાવાઝોડાની અસરઃ આકાશ થયું ગુલાબીઃ ૪ર લાખ લોકોને ખસેડાયાઃ વાવાઝોડા પહેલા જ તટીય વિસ્તારામાં ફૂંકાઈ રહ્યો છે ૧૮૦ ની સ્પીડે પવનઃ હવાઈ અને ટ્રેન સેવાઓ કરાઈ બંધઃ આ શક્તિશાળી વાવાઝોડું શનિવારે કિનારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ કર્યાે ગ્રેનેડ હુમલોઃ ૭ લોકો ઘાયલઃ / સુરતમાં દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મળ્યું ૭૦લાખ રૃપિયાનું સોનું /

મસીતીયા પાસેથી દેશી બનાવટના તમંચા સાથે એકની કરાઈ ધરપકડ

જામનગર તા. ૯ઃ જામનગર તાલુકાના મસીતીયા ગામ પાસેથી ગઈકાલે પોલીસે એક શખ્સને દેશી બનાવટના તમંચા સાથે પકડી પાડી તેની રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

જામનગર તાલુકાના વિસ્તારોમાં ગેરકાયદેસર હથિયાર ધરાવતા હોય તેવા શખ્સોને ૫કડી પાડવા માટે અપાયેલી સૂચનાના પગલે ગઈકાલે જામનગરની પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફના પ્રદ્યુમનસિંહ તથા શોભરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જામનગર તાલુકાના મસીતીયાના ખારા વાડી વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ સ્થળેથી પસાર થતા મસીતીયાના ઈમરાન મહમદહુસેન ખફી નામના શખ્સને પોલીસે રોકાવી તેની તલાસી લેતા આ શખ્સના કબજામાંથી બાર બોરનો હાથ બનાવટનો દેશી તમંચો મળી આવ્યો હતો. પોલીસે તમંચો કબજે કરી આ શખ્સની ધરપકડ કરી છે અને તેને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૃ કરી છે. આ કાર્યવાહીમાં પીએસઆઈ જે.ડી. પરમાર, સ્ટાફના કિશોરભાઈ રાઠોડ, કરણસિંહ, સુરેશભાઈ આહીર, રણછોડભાઈ શેખા, હાર્દિક ભટ્ટ સાથે રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription