કલ્યાણપુરના રાવલ પાસે જેસીબી હેઠળ ચગદાઈ જવાથી બાઈકચાલકનું મૃત્યુ

જામનગર તા. ૧૨ઃ કલ્યાણપુરના ટંકારીયા ગામના એક બાઈકચાલક ગઈકાલે રાવલ રોડ પર રીવર્સ આવતા જેસીબીના તોતીંગ પૈડાં હેઠળ આવી જતા ચગદાઈ ગયા હતાં. તેઓનું ટુંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે જેસીબી ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામમાં વજસીભાઈ દુદાભાઈ જાદવ નામના પ્રૌઢ ગઈકાલે સાંજે જીજે-૯-એકે-૯૩૯૨ નંબરના મોટર સાયકલમાં ટંકારીયાથી રાવલ ગામ તરફ જતા હતાં

માર્ગમાં એક સ્થળે ચાલી રહેલા કામ પર રાખવામાં આવેલું જીજે-૧૦-એક્સ-૯૦૮૮ નંબરનું જેસીબી મશીન તેના ચાલકે પાછળ જોયા વગર ગફલતભરી રીતે રીવર્સ લેવાનું શરૃ કરતા તેની હડફેટે વજસીભાઈ બાઈક સાથે આવી ગયા હતાં.

જેસીબીના તોતીંગ પૈડાં હેઠળ આ પ્રૌઢ ચગદાઈ જતા તેઓને માથા તથા ડોકના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સ્થળ પર હાજર લોકોની બુમો સાંભળી જેસીબી ચાલકે મશીન રોક્યું હતું. તે પછી વજસીભાઈને સારવારમાં ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. પરંતુ ટુંકી સારવારના અંતે વજસીભાઈનું મૃત્યુ નિપજ્યું છે. ટંકારીયા ગામના મોહનભાઈ નાથાભાઈ જાદવે જેસીબીના ચાલક સામે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૦૪ (અ), ૨૭૯ તેમજ એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription