તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

કતલખાને લઈ જવાતા ચાર મુંગા જીવને મુક્ત કરાવતી પોલીસ

જામનગર તા.૧૨ ઃ જામનગરના ધોરીમાર્ગ પરથી પોલીસે ચાર અબોલ પશુઓને છકડામાં ઠસોઠસ ભરી કતલખાને લઈ જતાં એક શખ્સને પકડી પાડયો છે. આ શખ્સ સામે પશુ પ્રત્યે ઘાતકીપણું દાખવવાનો ગુન્હો નોંધાયો છે.

જામનગરના પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન એસ્સાર પેટ્રોલપંપ પાસે આવેલી શાંતિ હોટલ નજીકથી જીજે-૧૦-ટીટી ૯૯૫ નંબરનો રિક્ષા છકડો પસાર થયો હતો જેમાં ચાર પાડા તથા પાડી ભરીને લઈ જવાતા હોય પોલીસે તે છકડાને રોકાવ્યો હતો.

ત્યાર પછી છકડાના ચાલક અને કાલાવડ નાકા બહારની રાજ સોસાયટીમાં રહેતા શબ્બીર સીદીક શેખ ઉર્ફે શબલા ફકીરની પૂછપરછ કરાતા આ શખ્સ ઉપરોક્ત મુંગા જીવને ઘાતકી રીતે પોતાના છકડામાં ભરી કતલખાને લઈ જતો હોવાની વિગત મળી હતી આથી પોલીસે રૃા.૭૦ હજારનો છકડો કબજે કરી ચારેય અબોલ પશુઓને છોડાવ્યા છે અને શબ્બીર ઉર્ફે શબલા સામે પશુ પ્રત્યે ઘાતકીપણું દાખવવા અંગે ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00