તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

જામનગરમાં મોડીરાત્રે સરાજાહેર છરીના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દેવાયુંઃ બન્ને આરોપી ફરાર

જામનગર તા. ૧૨ઃ જામનગરના બર્ધન ચોકથી માંડવી ટાવર વચ્ચેના માર્ગ પર ગઈરાત્રે એક ઘાંચી યુવાન પર પૈસાની લેતી-દેતીના મામલે બે શખ્સો છરી વડે તૂટી પડયા હતા જેમાં વેતરાઈ ગયેલા ઘાંચી યુવાનનું ટૂંકી સારવાર પછી હોસ્પિટલના બિછાને મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો છે. રૃા.૧૮ હજારની ઉઘરાણીએ આ યુવાનનો ભોગ લીધો હોવાનંુ જાણવા મળ્યું છે. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી બન્ને આરોપીઓના સગડ દબાવ્યા છે.

જામનગરના ખોજાનાકા પાસે આવેલી જાંબુડી મસ્જીદ નજીકની ટીંબાફળીમાં રહેતા રફીકભાઈ મહંમદભાઈ માડકિયા (ઉ.વ.૪૦) નામના ઘાંચી યુવાને નઝીર ઉર્ફે ગંઢા બાપુ પાસે રૃા.૧૮ હજારની રકમ લેવાની થતી હતી, આ રકમની રફીકભાઈએ અવારનવાર માગણી કરી હોવા છતાં નઝીર દ્વારા ચૂકવણી કરવામાં આવતી ન હતી.

તે દરમ્યાન બેએક દિવસ પહેલા નઝીર તથા રફીકભાઈ સામસામા મળી જતાં રફીકભાઈએ ફરીથી પૈસાની ઉઘરાણી કરી હતી, પરંતુ નઝીર પાસે પૈસા ન હોય તેણે વધુ એક મુદ્દત માગી હતી, પરંતુ અવારનવાર આ રીતે બહાના આપવામાં આવતા હોય રફીકભાઈએ નઝીરનું બાઈક લઈ પૈસા આપી પરત મેળવવા કહ્યું હતું.

ત્યાર પછી ગઈરાત્રે સાડા બારેક વાગ્યે જ્યારે રફીકભાઈ બર્ધન ચોકથી માંડવી ટાવર વચ્ચેના રોડ પરથી પસાર થતા હતા ત્યારે અચાનક જ ધસી આવેલા નઝીર અને તેના સાગરિત અઝહરૃ મણિયારે રફીકભાઈને આંતરી મોટરસાયકલ ઉભું રખાવ્યું હતું અને તાબડતોબ છરીઓના ઘા ઝીંક્યા હતા.

અચાનક જ થયેલા હુમલાથી રફીકભાઈ પ્રતિકાર કરવાની પરિસ્થિતિમાં આવે તે પહેલા અઝહરૃએ તેઓને પકડી પાડયા હતા અને નઝીરે હાથ, પડખા તથા છાતીમાં મળી કુલ ચાર ઘા ઝીંકી દીધા હતા જેના કારણે રફીકભાઈ લોહીલુહાણ બની ઢળી પડયા હતા. હુમલો કરી બન્ને શખ્સો છનનન થઈ ગયા હતા. આ સ્થળે હાજર લોકોએ રફીકભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડી તેમના પરિવારને જાણ કરી હતી. હોસ્પિટલમાં અંદાજે એકાદ કલાક સુધી ચાલેલી સારવાર પછી રાત્રે બે વાગ્યે રફીકભાઈએ અંતિમ શ્વાસ લેતા જીવલેણ હુમલાનો આ બનાવ હત્યામાં પલટાયો હતો.

ઉપરોકત બનાવની જાણ થતા સિટી-એ ડિવિઝનના પીઆઈ કે.કે. બુવળ તથા સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે મૃતકના ભાઈ યુસુબ મહંમદભાઈ માડકિયાની ફરિયાદ પરથી નઝીર તથા અઝહરૃ સામે આઈપીસી ૩૦૨ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આ શખ્સોના આશ્રયસ્થાનો પર ધોંસ બોલાવી હતી જેના પગલે બન્ને આરોપીઓ ગણતરીની કલાકોમાં જ પોલીસની ગિરફતમાં આવી જશે તેમ લાગી રહ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00