જામનગરમાં એક જ દિવસમાં ૩.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી થયું

જામનગર તા. ૧રઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૩.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે ગરમીમાં વધારો થયો હતો.

જામનગરમાં પવનની ગતિમાં વધારો થતાં તાપમાનમાં ઘટાડો થયો હતો. લોકોએ સવારે અને સાંજે સામાનય દિવસોની સરખામણીમાં વધારે ઠંડક અનુભવી હતી, પરંતુ ફરી એકવાર તાપમાનમાં વધારો થયો હતો.

જામનગરમાં એકજ દિવસ દરમિયાન સાડાત્રણ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું. જેના કારણે નગરજનોએ બપોરે ગરમી અનુભવી હતી. લઘુત્તમ તાપમાન દોઢ ડીગ્રીના ઘટાડા સાથે ર૦ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિમાં ત્રણ દિવસ દરમિયાન ક્રમશઃ ઘટાડો થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૭ કિ.મી.ની રહેવા પામી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકાના વધારા સાથે ૭૮ ટકા રહ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription