ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

અંધજન ધ્વજ દિવસની ઉજવણીઃ દાતાઓને આર્થિક સહયોગની અપીલ

જામનગર તા. ૧૧ઃ પ્રતિવર્ષની જેમ તા. ૧૪ સપ્ટેમ્બર-ર૦૧૯ ના સમગ્ર દેશમાં અખિલ હિન્દ અંધજન  ધ્વજદિનની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વેપારી મંડળીઓ, સહકારી મંડળીઓ, ખાનગી તથા જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમો, સરકારી કચેરીઓ, નિગમો, કોર્પોરેટ ક્ષેત્રના એકમો તથા રાષ્ટ્રીયકૃત અને બિનરાષ્ટ્રીયકૃત બેંકો તેમજ જિલ્લાના તમામ નાગરિકો તરફથી અંધજનોના કલ્યાણની પ્રવૃત્તિઓ વિક્સાવવા અને અંધત્વ નિવારણના હેતુ માટે નાણાકીય ભંડોળ એકત્રિત કરવાના હેતુસર સહયોગ મળી રહે તે માટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની જાહેર જનતાને ઉદાર હાથે ફાળો આપવા જામનગર અંધજન વિવિધ લક્ષી તાલીમ કેન્દ્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ર૦૧૧ માં થયેલી વસતિ ગણતરી પ્રમાણે આપણા દેશમાં ર કરોડ અને ૬૮ લાખ વ્યક્તિઓ વિક્લાંગ છે જેમાં પ૦ લાખ વ્યક્તિઓ નેત્રહિન છે. (અંદાજે ર૬ લાખ પ૦ હજાર પુરુષો અને ર૩ લાખ પ૦ હજાર સ્ત્રીઓ) આવી વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ, રોજગારી અને સામાજિક ઉત્કર્ષને લગતા પ્રશ્નો વિષે આપણે સૌએ સંયુક્ત રીતે વિચારવું જોઈએ અને તેમને સમાજના વર્તમાન પ્રવાહો સાથે સાંકળવા આપણાથી બનતું બધું જ કરી છૂટવાનો વિનમ્ર પ્રયાસ કરવો જોઈએ તેમ સંસ્થાના ડો. પ્રકાશ મંકોડીએ યાદીમાં જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription