જામનગરમાં 'ગીર ફાઉન્ડેશન' દ્વારા વેટ લેન્ડ બર્ડ ક્રેઈન્સ અંગે વૈજ્ઞાનિક પ્રોગ્રામ

જામનગર તા. ૧૨ઃ ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ગીર) ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં માઈગ્રેટરી તથા રહેવાસી પક્ષી વેટલેન્ડ બર્ડ ક્રેઈન્સને ફોકસ કરીને વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વૈજ્ઞાનિક પ્રોગ્રામ અંતર્ગત તા. ૧૩-૧૧-૧૯ના એક દિવસીય સેમિનાર યોજાશે અને તા. ૧૩-૧૧-૧૯ થી તા. ૧૯-૧૧-૧૯ સુધી સાત દિવસ માટે તાલીમી વર્કશોપ યોજાશે. આ સમગ્ર આયોજન હોટલ ફોર્ચ્યુન પેલેસમાં કરવામાં આવ્યું છે.

આઈસીઅફે-એનસીએફના ડો.ગોપી સુન્દર ચીફ ટ્રેઈનર તરીકે ટ્રેઈનીંગ વર્કશોપમાં માર્ગદર્શન અને તાલીમ આપશે. આ ઉપરાંત આઠ જેટલા નિષ્ણાત તેમના પ્રેઝન્ટેશન રજુ કરશે.

આ વૈજ્ઞાનિક પ્રોગ્રામમાં વિવિધ યુનિવર્સિટી તેમજ સરકારી રિસર્ચ સંસ્થાના રિસર્ચ કરનારા, ગુજરાત વન વિભાગના સ્ટાફ, ગીર ફાઉન્ડેશનના કર્મચારીઓ ભાગ લેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription