પૂર્વ બિગબોસ ફેન તથા અભિનેતા એઝાઝ ખાન વિરૃદ્ધ અમદાવાદમાં સાઈબર ક્રામમાં નોંધાવાઈ ફરીયાદઃ ટીકટોક પર એક વિવાદીત વિડીયો અપલોડ કરવાના કારણે મુકાયા મુશ્કેલીમાં / બિહારમાં ગૌતસ્કરીની શંકા કરી ત્રણ યુવકોની ઢોર માર મારી કરાઈ હત્યા / યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવોઃ અમેરિકન સબમરીને હોરમુજની ખાડીમાં ઈરાની ડ્રોનને તોડી પાડયું / કુલભુષણ મામલે જો પાકિસ્તાન અળવિતરાઈ કરશે તો ભારતે તૈયાર કર્યાે પ્લાન બી

ઠેબા ચોકડી નજીક ટેનામેન્ટમાં ત્રાટકેલા લૂંટારૃઓએ વૃદ્ધાની નિપજાવી હત્યા

જામનગર તા. ૧૪ઃ જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા એક ટેનામેન્ટમાં ગઈરાત્રે ત્રણેક વાગ્યે લૂંટના ઈરાદે આવેલા ત્રણેક જેટલા શખ્સોએ ઘર માલિક વૃદ્ધા જાગી જતાં તેઓને ચૂપ રહેવા સુચના આપી હતી, પરંતુ આ વૃદ્ધાએ બૂમ પાડતા તેણીને ટીંગાટોળી કરી, ઘરમાંથી ઉઠાવી જઈ થોડે દૂર લઈ જઈ આ શખ્સો તે વૃદ્ધાને ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારી નાસી ગયા છે. બનાવ વેળાએ લૂંટારાઓએ છરીની અણીએ નસાડી મૂકેલા વૃદ્ધાના પુત્રએ કરેલી જાણના પગલે ઈન્ચાર્જ એસપી સહિતના પોલીસ અધિકારીઓ બનાવના સ્થળે દોડી ગયા છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી મહાપ્રભુજીની બેઠકથી આગળ ઠેબા ચોકડી તરફ જવાના માર્ગ પર આવેલા શ્યામ ગ્રીન ટેનામેન્ટમાં પિતૃ કૃપા નામના મકાનમાં રહેતા લક્ષ્મીબેન કરમશીભાઈ પટેલ (ઉ.વ.૬પ) તથા તેમના એક પુત્ર અરવિંદભાઈ, મોટા પુત્રના પત્ની ગઈરાત્રે તેમના મકાનમાં નિદ્રાધીન થયા હતા.

મધ્યરાત્રિ દરમ્યાન અંદાજે ત્રણેક વાગ્યે ત્રણેક જેટલા શખ્સો છરી સાથે લક્ષ્મીબેનના ટેનામેન્ટમાં પ્રવેશ્યા હતા ચોરી અથવા લૂંટના ઈરાદાથી આવેલા આ શખ્સોના દબાતા પગલાના અવાજથી લક્ષ્મીબેન જાગી ગયા હતા. તેઓની સાથે ટેનામેન્ટના નીચેના ભાગમાં સૂતેલા નાના પુત્ર અરવિંદને પણ માતા લક્ષ્મીબેને જગાડયો હતો, આ બન્ને વ્યક્તિઓને ઉઠી ગયેલા જોઈ લૂંટારાઓએ છરી બતાવી ભય બતાવ્યો હતો અને અરવિંદને ત્યાંથી ચાલ્યા જવાનું કહેતા ગભરાયેલો અરવિંદ મકાનના ઉપરના ભાગમાં આવેલા એક ઓરડામાંલ્ચાલ્યો ગયો હતો ત્યાર પછી લૂંટારાઓએ વૃદ્ધા લક્ષ્મીબેનને છરી બતાવી ચૂપચાપ બેસી રહેવાનો આદેશ કર્યાે હતો, પરંતુ અત્યંત ભયભીત બનેલા આ વૃદ્ધાએ બૂમ પાડતા હેબતાયેલા લૂંટારાઓ આ વૃદ્ધાને ટીંગાટોળી કરી ઘરની બહાર કાઢી અંદાજે અડધો કિ.મી. દૂર લઈ ગયા હતા જ્યાં તેઓએ આ વૃદ્ધાને ગળાટૂંપો આપી કાયમ માટે શાંત કરી દીધા હતા.

મકાનના નીચેના ભાગમાં થોડી ક્ષણો પહેલા માતાની બૂમનો અવાજ સાંભળનાર અરવિંદભાઈને થોડી મિનિટો સુધી કોઈ અવાજ સંભળાયો ન હતો ત્યાર પછી વધુ થોડી મિનિટો સુધી રાહ જોયા પછી જ્યારે અરવિંદભાઈ નીચે ઉતર્યા ત્યારે તેઓએ માતાને ઘરમાં જોયા ન હતા તેથી તેઓએ ઘરમાં અન્ય ઓરડામાં સૂતેલા પોતાના ભાભીને જગાડયા હતા અને પોલીસને જાણ કરી હતી.

ઉપરોકત બનાવની વિગતો મળતા સિટી-એ ડિવિઝનના પીઆઈ કે.કે. બુવળ તેમજ એલસીબી, એસઓજીનો કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને ઈન્ચાર્જ એસપી એચ.પી. દોશી, ડીવાયએસપી એ.બી. સૈયદ તથા પંચકોશી-એ, પંચકોશી-બી ડિવિઝનનો પોલીસ સ્ટાફ પણ દોડી આવ્યો હતો. પોલીસે લૂંટારાઓને પકડી પાડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરવાની કામગીરી આરંભી હતી જેમાં આ ટેનામેન્ટથી અડધો કિ.મી. દૂર વૃદ્ધા લક્ષ્મીબેનનો નિષ્પ્રાણ મૃતદેહ સાંપડયો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડવાની તજવીજ કરી એફએસએલ તથા ડોગ સ્કવોડને પણ બોલાવી લીધા હતા. લૂંટના ઈરાદે કરવામાં આવેલી ઉપરોક્ત હત્યા અંગે વિધિવત ફરિયાદ નોંધવાની ડીવાયએસપી સૈયદે સૂચના આપતા સિટી-એ ડિવિઝન પોલીસે તે માટેની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ ઘરમાંથી કોઈ માલમત્તા લૂંટી જવાઈ છે કે કેમ? તે બાબતની અને ઉપરોક્ત કૃત્યને અંજામ આપી ત્રણેક જેટલા લૂંટારાઓ કોઈ દિશામાં નાસી છૂટયા? તે બાબતની સઘન તપાસ ચલાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક પખવાડિયામાં હત્યાના ઉપરાછાપરી બનાવો જામનગર શહેરમાં નોંધાયા છે. નગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં વૃદ્ધ ચોકીદારની હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવ્યા પછી નાઘેડીની સીમમાં માંઢા ગામના યુવાનની હત્યા થઈ હતી, આ પછી મંગળવારની રાત્રે બર્ધન ચોક વિસ્તારમાં પૈસાની ઉઘરાણીના મામલે યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હતું ત્યારે જ ગઈકાલે જામનગરના સિમાડે એક વૃદ્ધાની પણ લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ હત્યા નિપજાવી છે. ઉપરોકત બનાવો પૈકીના ત્રણ બનાવોમાં આરોપીઓને જો કે પકડી પાડવામાં આવ્યા છે તેમ છતાં હત્યા જેવા ભારે ગુન્હાઓના આંકમાં ઉછાળો આવેલો જોવા મળી રહ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription