રિલાયન્સ કંપનીમાંથી પોણા ત્રણ લાખ ઉપરાંતના વાયરની ચોરીની ફરિયાદ

જામનગર તા. ૧૨ઃ જામનગરની રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટથી બસ ચલાવતા એક શખ્સે અન્ય ત્રણની મદદગારીથી કંપનીના ખુલ્લા યાર્ડમાંથી રૃા. પોણા ત્રણ લાખ ઉપરાંતના ઈલેકટ્રીક વાયરની ચોરી કર્યાની પોલીસમાં રાવ કરાઈ છે. આ શખ્સો બસમાં વાયર ચોરી ગયાનું જણાવવામાં આવ્યું છે.

જામનગરના મોટી ખાવડીમાં આવેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં હરેન્દ્રસિંહ અભેસંગ જાડેજા કોન્ટ્રાક્ટ પર બસ ચલાવતા હોય તેઓ રોજ જીજે-૧૦-ટીવી-૮૯૪૬ નંબરની બસને કંપનીના પ્રીમાઈસીસમાં આવનજાવન કરતા હોય તેઓએ ગઈ તા. ૮ની રાત્રે પોતાની બસમાં મુસાફરોની સાથે કોપર વાયર પણ ભરી લીધો હતો.

કંપનીમાં નોકરી કરતા મુળ ભાવનગરના વતની અને હાલમાં ટાઉનશીપમાં વસવાટ કરતા અમિત જયંતભાઈ સોનીના ધ્યાનમાં ઉપરોક્ત બાબત આવતા તેઓએ ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં હરેન્દ્રસિંહ એ. જાડેજા, ભયલુભા વાળા, હિતેશ મકવાણા તથા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેઓએ જણાવ્યા મુજબ હરેન્દ્રસિંહે અન્ય ૩ આરોપી સાથે મળી કંપનીની સાઈટ પર ખુલ્લા યાર્ડમાંથી ૬૩૩ મીટર ઈલેકટ્રીક કન્ટ્રોલ કેબલ ચોરી લીધો હતો. પોલીસે ૮૪૯૬ નંબરની બસમાં કુલ રૃપિયા ૨,૯૪,૩૪૫ની કિંમતનો વાયર ચોરી જવા અંગે ચારેય શખ્સો સામે આઈપીસી ૩૮૦, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription