જામનગરના યુવાન લાપત્તા

જામનગર તા. ૧૨ઃ જામનગરના નર્સીંગ સંકુલમાં રહેતા એક યુવાન ૫ોતાના ઘરેથી નીકળ્યા પછી ગુમ થઈ જતા તેઓના પત્નીએ પોલીસમાં જાણ કરી છે.

જામનગરના ડેન્ટલ હોસ્પિટલ વિસ્તારમાં આવેલા નર્સીંગ સંકુલમાં રહેતા અતુલભાઈ ડાહ્યાભાઈ જાડેજા નામના ૨૫ વર્ષના ખવાસ યુવાન પોતાના ઘરેથી હોસ્પિટલ જવાનું કહીને નીકળ્યા પછી ઘેર પરત નહીં ફરતા તેમના પત્ની હેતલબેન જાડેજાએ પોલીસમાં જાણ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા યુવાન ડ્રાયવીંગનો વ્યવસાય કરે છે. મજબૂત બાંધો, પાંચ ફૂટ આઠ ઈંચની ઉંચાઈ ધરાવતા અતુલભાઈ રૃપાળો વાન અને મોઢા પર ખીલના નિશાન છે. છેલ્લે તેઓએ જીન્સનું પેન્ટ તથા કાળા રંગનો શર્ટ પહેર્યો હતો. આ વ્યક્તિ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી બી ડિવિઝનમાં હે.કો. વી.પી. સોઢા-૯૯૭૮૯ ૮૮૦૩૦નો સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription