મુંબઈ તા. ૧રઃ ભારતની કોકિલ કંઠી સુર સામ્રાજ્ઞી લત્તા મંગેશકરને મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેફસામાં ઈન્ફેક્શનના કારણે તેમને હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખી સારવાર કરવામાં આવી રહી છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે લત્તાજીની સ્થિતિ નાજુક છે.
લત્તા મંગેશકર ઘણાં સમયથી ફેંફસાના ઈન્ફેક્શનથી પીડાય રહ્યા છે. ગત્ રાત્રે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ડો. પ્રતિત સમદાનીના જણાવ્યા પ્રમાણે વેન્ટીલેટર પર સારવાર કરવામાં આવી રહી છે અને સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, લત્તાજીએ હજારો ફિલ્મોમાં ગીતો ગાયા છે. ૩૬ પ્રાદેશિક ભાષાઓ તેમજ વિદેશી ભાષામાં પણ ગીત ગાયા છે. તેઓને ભારત રત્ન, દાદા સાહેબ ફાળકે એવોર્ડ, ત્રણ નેશનલ એવોર્ડ સહિત અસંખ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.