જામનગર જિલ્લામાં ૮મી જાન્યુઆરી ૨૦૨૦ સુધી હથિયાર બંધી ફરમાવતું જાહેરનામુ

જામનગર તા. ૧૨ઃ જિલ્લામાં હાલમાં ઈદે-મિલાદ, ગુરૃનાનક જયંતી, નાતાલ જેવા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયા દ્વારા તા. ૮-૧-૨૦૨૦ના ૨૪ કલાક સુધી જામનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવી છે.

આ સમય દરમિયાન શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડી શકે તેવું કોઈ પણ સાધન લઈ જવા નહીં. કોઈપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૃગોળા વગેરે પદાર્થો લઈ જવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેંકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા નહિ, મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા કે બાળવા નહીં. અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા નહીં ગીતો ગાવા નહીં અને ટોળામાં ફરકવું નહીં. પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપીંગ મોલ કે સિનેમા હોલમાં તથા એમ.પી.શાહ મ્યુનિસિપલ ટાઉનહોલમાં પ્રવેશવું નહીં.

આ જાહેરનામું ફરજ પરના અધિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેમને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અધિકારી-કર્મચારી હથિયાર ધરાવતા હોય તેને, જેઓને શારીરિક અશક્તિને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને, પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને, યજ્ઞોપવિત અપાતુ હોય તેવા બળવાઓને દંડ રાખેલ હોય તેને, પોલીસ અધિકક્ષક અગર તો તેઓએ નિયુક્ત કરેલ અધિકારીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યક્તિને, કિરપાણ રાખેલ શિખને લાગુ પડશે નહીં. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાની યાદીમાં જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription