ખંભાળીયા તથા દ્વારકા શહેરમાં સીસીટીવી કેમેરા સિસ્ટમનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે લોકાર્પણ

ખંભાળીયા તા. ૧૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા શહેર તથા દ્વારકા શહેરમાં સીસીટીવી કેમેરા સિસ્ટમનું લોકાર્પણ ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહના હસ્તે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી કરવામાં આવ્યું હતું.

ખંભાળીયામાં શહેરના પ્રવેશ દ્વાર-સમાન માર્ગો, મુખ્યમાર્ગો, રેલવે સ્ટેશન, નગર ગેઈટ વગેરે વિસ્તારોમાં ખાસ પ્રકારના પોલ ઉભા કરી પચાસ જેટલા કેમેરા ફીટ કરવામાં આવ્યા છે.

જ્યારે દ્વારકા શહેરમાં પણ મંદિર, ગોમતીઘાટ, મંદિર ફરતેના માર્ગો, પ્રવેશ માર્ગો, પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે.

ખંભાળીયામાં જિલ્લા પોલીસવડાની કચેરીમાં મોનીટરીંગ માટે ખાસ કંટ્રોલરૃમ ઉભો કરવામાં આવ્યો છે.

close
Nobat Subscription