જામનગરમાં ડેન્ગ્યુના નવા સાત કેસઃ ૧૧ દિ'માં એકસો દર્દીઓ ડેન્ગ્યુની ઝપટે

જામનગર તા. ૧૧ઃ જામનગર જિલ્લામાં ડેન્ગ્યુનો રોગચાળો વકર્યો છે. છેલ્લા અગ્યારેક દિવસમાં ડેન્ગ્યુના ૧૦૦ થી વધુ કેઈસ નોંધાયા છે. ગઈકાલે ફક્ત જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુના સાત અને મેલેરીયાનો એક કેઈસ નોંધાયો છે.

જામનગરમાં ચોમાસાના પ્રારંભથી ડેન્ગ્યુનો રોગચાળો તંબુ તાણીને બેઠો છે. દરરોજ નવા નવા દર્દીઓ ડેન્ગ્યુના ડંખની ઝપેટમાં આવી રહ્યા છે. ગઈકાલે સાત દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતા. તો એક દર્દીને મેલેરીયા લાગુ પડ્યો હતો.

આમ જામનગરમાં ડેન્ગ્યુનો ફંુફાડો વકરી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ૪૦ કેઈસ અને ચાલુ માસમાં ૧૦૦ થી વધુ દર્દીઓ ડેન્ગ્યુની લપેટમાં આવી જતા હોસ્પિટલમાં ખાટલા હાઉસફૂલ થઈ ગયા છે.

close
Nobat Subscription