આમ આદમી પાર્ટીના સ્થાપના દિન તથા બંધારણ દિવસની ઉજવણી

જામનગર તા. ૨ઃ જામનગર આમ આદમી પાર્ટી દ્વારા પક્ષના આઠમા વર્ષમાં પ્રવેશ સાથે સ્થાપના દિનની તેમજ ભારતના બંધારણ દિવસની ઉજવણી કરવામાં  આવી હતી. આ સાદગીભરી ઉજવણીમાં પક્ષના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ સરકારી કામકાજમાં ઉપયોગમાં  આવે તેવા જરૃરી ફોર્મ, અરજીઓ વગેરે સાથે માર્ગદર્શન આપવાનું કાર્ય કર્યું હતું. આ સાથે પક્ષમાં નવા સભ્યોને જોડવામાં આવ્યા હતાં.

પક્ષના જિલ્લા પ્રમુખ વનરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી હરદેવસિંહ ગોહિલ, શહેર પ્રમુખ દિલીપસિંહ જાડેજા, યુવા પાંખના પ્રમુખ ધવલ ઝાલા, શહેર મંત્રી રાકેશભાઈ વાઘેલા, પરાગભાઈ, હનીફભાઈ, જિલ્લા મંત્રી કેતન પરમાર, કિશનભાઈ આશર, પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription